Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂતોએ MSP પર સરકારની ઓફર ફગાવી

ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે લઘુતમ ટેકાના ભાવ એટલે કે MSP અંગેની તકરારનો કોઈ અંત દેખાતો નથી. સરકારે ચાર પાક પર MSP આપવાની ઓફર કરી હતી, પરંતુ ખેડૂતોએ આ ઓફરની સમીક્ષા કર્યા પછી જાહેર કર્યું છે કે તેઓ તેનાથી ખુશ નથી. ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે અને તેઓ દિલ્હી તરફ કૂચ કરવાના છે. આગામી દિવસોમાં ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે ત્યારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થવાની શક્યતા દેખાય છે.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે તેમણે માત્ર ચાર પાક નહીં પરંતુ કુલ 23 પાક પર લઘુતમ ટેકાના ભાવની માંગણી કરી હતી અને જ્યાં સુધી આ ડિમાન્ડ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ સમાધાન થવાની શક્યતા નથી. આ દરમિયાન અફવાઓ ન ફેલાય અને બીજી ગરબડ ન થાય તે માટે ચંડીગઢમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

હાલમાં પંજાબ હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે. ગઈકાલે સાંજે સરકાર અને ખેડૂતો વચ્ચે એક મહત્ત્વની બેઠક થઈ હતી જેમાં ખેડૂત સંગઠનોએ સરકારના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. ખેડૂત નેતા જગજિત સિંહ ડલ્લેવાલનું કહેવું છે કે સરકાર હજુ પણ તેમની માંગણીઓને લઈને ગંભીર નથી. અમે કુલ 23 પાક માટે MSPની માંગણી કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે સરકારના પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. સરકારે કહ્યું છે કે તે 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ તેલ ખરીદે છે. જો આટલી રકમ ખેતી માટે અને તેલિબીયા માટે નક્કી કરવામાં આવે તો ખેડૂતોને ઘણો વધારે ફાયદો થાત.

ડલ્લેવાલે જણાવ્યું કે સરકારને અમારી અપીલ છે કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવશે તો અમને દિલ્હીમાં બેસવાની મંજૂરી આપવામાં આવે. તેમણે ખેડૂતોને ક્યાંય હિંસા ન કરવા માટે પણ વિનંતી કરી હતી.

આ દરમિયાન ખેડૂત આગેવાન સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે તેઓ 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરવાના છે. હવે સરકાર સાથે કોઈ મિટિંગ કરવામાં નહીં આવે. પરંતુ અમે વાતચીત માટે તૈયાર છીએ. સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે રવિવારે રાતે ચંડીગઢમાં મંત્રણા થઈ હતી. તેમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે દાવો કર્યો હતો કે બધું પોઝિટિવ છે. ત્યાર પછી ખેડૂતોને ચાર પાક માટે એમએસપીની દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં અડદ અને કપાસ જેવા પાક પણ સામેલ છે. એક દિવસ સુધી આ દરખાસ્ત પર વિચારણા કર્યા બાદ ખેડૂતોએ તેને રિજેક્ટ કરી દીધી છે. હવે આગેકૂચની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.

Related posts

मोदी ने ट्‌वीट कर कहा, विकास की हुई भव्य जीत

aapnugujarat

કર્ણાટક સંકટ : કોંગી અને ભાજપ ધારાસભ્યો સક્રિય

aapnugujarat

बिहार में सरकार बनी तो RJD बेरोजगारों को रोजगार देगी : तेजस्वी

editor
UA-96247877-1