અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી ગોલ્ડ સ્મગલિંગ રેકેટના અવનવી રીતે પર્દાફાશ કરવામાં આવતા જ હોય છે. તેવામાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટૂંક સમયમાં યૂરોપિયન બેગેજ ડાઈવર્ટ સિસ્ટમને લાગૂ કરાશે. ઘણા બધા એવા કેસ સામે આવ્યા છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા પેસેન્જરો વિવિધ તકનીક વડે પોતાની બેગના એક ભાગમાં ગોલ્ડની પેસ્ટ છુપાવી દેતા હોય છે. એટલું જ નહીં વિદેશથી આવેલા પેસેન્જર પાસે લાખો રૂપિયાનું ગોલ્ડ હોય છે તે અહીંથી સ્મગલિંગ થતું હોવાની માહિતી પણ મળતી આવતી હતી.
હવે કસ્ટમ ક્લિઅરન્સમાં જે સમય બરબાદ થતો હતો તે પણ બચી જશે એમ લાગી રહ્યું છે. હવે આ કરંટ સિસ્ટમમાં શું અને કેવી રીતે કામગીરી ચાલશે એ પણ જોવાજેવો વિષય બન્યો છે. એક્સ રે સ્કેનથી શંકાસ્પદ વસ્તુઓ જો સ્પોટ થઈ ગઈ તો તેને શોધવું ઝડપી બનશે. અત્યારની સિસ્ટમ ઘણી ટાઈમ કન્ઝ્યુમિંગ છે, કારણ કે ઘણા એવા પેસેન્જર હોય છે જે ઓન અરાઈવલ કેટલીક એવી વસ્તુઓ લાવે છે એનાથી ચેકિંગ મેન્યુઅલ પણ કરવું પડે છે.