Aapnu Gujarat
ગુજરાત

ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી કે ઘર પણ ગીરવે મૂકવું પડ્યું

હાલમાં સ્માર્ટફોનના કારણે ઓનલાઈન ગેમિંગની એપ પણ વધી છે અને તેના યુઝર્સ પણ સતત વધી રહ્યા છે. પરંતુ આ ઓનલાઈન ગેમિંગ ધીમે ધીમે વ્યસનમાં બદલાઈ જાય છે અને ઘણા લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા હોવાના અનેક કિસ્સાઓ પણ આવ્યા છે. આવો જ એક કિસ્સો હાલમાં વડોદરામાં બન્યો છે. હજી છ મહિના પહેલા કોર્પોરેટ જોબ કરતા અને ઉચ્ચ પગાર ધરાવતા 55 વર્ષીય કેતન શાહ (નામ બદલવામાં આવ્યું છે) આરામદાયક જીવન જીવતા હતા. પરંતુ હાલમાં તેઓ પોતાનું ઘર પણ ગુમાવવાની અણી પર આવી ગયા છે.

અભયમના કાઉન્સેલરે જણાવ્યું હતું કે, કેતન શાહ ખાનગી એક કંપનીમાં ઉચ્ચ પદ પર કામ કરે છે. તેમણે છ મહિના પહેલા પ્રથમ વખત ઓનલાઈન ગેમ્સ અને જુગારની સાઈટ પર હાથ અજમાવ્યો હતો. બાદમાં તેઓ નિયમિત રીતે આવી ગેમ્સ રમતા હતા. અંતે તેમને તેની લત લાગી ગઈ હતી. તેમણે શરૂઆત તો નાની રકમથી કરી હતી. પરંતુ ધીમે-ધીમે તેઓ તેમાં વધુને વધુ રૂપિયા લગાવતા રહ્યા હતા. તેમને આની એવી તો લત લાગી ગઈ કે ફક્ત બે મહિનામાં જ તેમણે પોતાની કરોડો રૂપિયાની બચત ગુમાવી દીધી અને પોશ વિસ્તારમાં આવેલું પોતાનું ઘર પણ ગીરવે મૂકવું પડ્યું.
કાઉન્સેલરે જણાવ્યું હતું કે, તેમની પત્નીએ કહ્યું કે તેઓ નિયમિતપણે ઓફિસમાં જતા હતા પરંતુ બાકીનો સમય ઓનલાઈન ગેમ્સ અથવા સટ્ટાબાજીની એપ્સ પર વિતાવતા હતા. પત્નીએ તેમને આ બધાથી દૂર રહેવાનું કહેવા છતાં તેઓ આ એપ્સ પર પોતાનો આખો પગાર એક જ દિવસમાં ઠાલવી દેતા હતા. આ દંપતીના લગ્નને 32 વર્ષ થયા છે પરંતુ આ વ્યસનના કારણે તેમના સંબંધો પણ બરબાદ થઈ ગયા છે.

માંજલપુર વિસ્તારના રહેવાસી કેતન શાહે પોતાના પર થયેલું દેવું ચૂકવવા માટે તેમની કાર અને ટુ-વ્હીલર વેચી દીધા, જેના કારણે તેમની પત્ની ગંભીર માનસિક વેદનામાં સરી પડી હતી. જ્યારે તેમણે તેમનું ઘર ગીરવે મૂક્યું, ત્યારે પત્ની રહી શકી ન હતી અને તેમણે તેમના સાસરીયાઓને પતિને સમજાવવા માટે કહ્યું હતું. આ દંપતીને એક પુત્ર છે જે બેંગ્લોરમાં એક આઈટી ફર્મમાં કામ કરે છે. તેમની પત્ની તેમને આ આદત છોડી દેવા માટે સમજાવવાની કોશિશ કરતી હતી પરંતુ કેતન શાહ પત્નીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપતા હતા. કાઉન્સેલરે કહ્યું હતું કે, અમે તેમને ઓનલાઈન ગેમ્બલિંગ અને ગેમિંગના જોખમો સમજાવ્યા અને તેમની પત્નીને માનસિક દુઃખ ન પહોંચાડવા માટે કહ્યું હતું. બાદમાં તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ ઓનલાઈન ગેમિંગ છોડી દેશે.

Related posts

બાબા બાગેશ્વર ભાજપનું માર્કેટિંગ કરી રહ્યા છે : શંકરસિંહ વાઘેલા

aapnugujarat

અક્ષરધામ કેસ : ફારૂક શેખ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

aapnugujarat

रिक्शाचालक ने ट्राफिक कर्मी के साथ मारपीट की

aapnugujarat
UA-96247877-1