Aapnu Gujarat
મનોરંજન

નીલ નીતિન મુકેશે ૧૩ વર્ષમાં આપી સતત ૧૧ ફ્લોપ ફિલ્મો

અભિનેતા નીલ નીતિન મુકેશને અભિનય ભલે વારસામાં ન મળ્યો હોય, પરંતુ તેનું બાળપણથી જ બોલિવૂડ કલાકારો સાથે મળવાનું રહ્યું છે. નીલ નીતિન મુકેશે બાળ કલાકાર તરીકે વર્ષ ૧૯૮૮માં ફિલ્મ ‘વિજય’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશે રાજેશ ખન્ના, ઋષિ કપૂર, અનિલ કપૂર અને હેમા માલિની જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ રિલીઝ થયાના બીજા જ વર્ષે આ અભિનેતા ગોવિંદા અને કાદર ખાનની ફિલ્મ ‘જૈસી કરની વૈસી ભરની’માં જોવા મળ્યો હતો. નીલ નીતિન મુકેશે ૨૦૦૨માં આવેલી ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોગે’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ૨૦૦૭માં અભિનેતાએ ફિલ્મ ‘જોની ગદ્દાર’ દ્વારા મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તે પછી અભિનેતાએ બેક-ટુ-બેક ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર એક પછી એક નિષ્ફળ ગઈ. ૨૦૦૭માં બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નીલ નીતિન મુકેશ છેલ્લે ૨૦૧૮માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. ત્યારથી આ અભિનેતા ફિલ્મોની દુનિયાથી દૂર છે. ૧૩ વર્ષની કારકિર્દીમાં તેણે ૧૧ ફ્લોપ ફિલ્મો આપી છે. નીલ નીતિન મુકેશને તેની આખી કારકિર્દીમાં માત્ર ૩ સફળ ફિલ્મો મળી છે. અભિનેતાએ ૨૦૦૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ન્યૂયોર્ક’થી પહેલીવાર સફળતાનો સ્વાદ ચાખ્યો. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને જ્હોન અબ્રાહમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ન્યૂયોર્ક પછી ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ નીલ નીતિન મુકેશની બીજી સફળતા હતી. આ ફિલ્મમાં તે ગ્રે શેડમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ હિટ રહી હતી. તે પછી અભિનેતાને ‘ગોલમાલ અગેન’માં કાસ્ટ કરવામાં આવ્યો હતો જે તેની કારકિર્દીની એકમાત્ર બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી. ફિલ્મોમાં સંપૂર્ણ ફ્લોપ થયા પછી નીલ નીતિન મુકેશે આખરે પોતાને સ્ક્રીનથી દૂર કરી લીધો, પરંતુ આજે પણ તેની કમાણી પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલના શોખીન આ એક્ટર આજે પણ કરોડોની કમાણી કરે છે. નીલ નીતિન મુકેશે એક્ટિંગમાંથી બ્રેક લઇ પોતાની પ્રોડક્શન કંપની ખોલી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આજે અભિનેતાની નેટ વર્થ ૪૦ કરોડ રૂપિયાની આસપાસ છે. અભિનેતા ઘણી લક્ઝરી કાર, ઘડિયાળો અને આલીશાન બંગલાનો માલિક છે.

Related posts

सुपर ३० : दूसरे दिन की कमाई में ५० पसेर्ंट उछाल

aapnugujarat

अनुपमा परमेश्वरन को डेट कर रहे है जसप्रीत बुमराह..!

aapnugujarat

હવે તાપ્સીના બિકીની પિક્સે ચાહકમાં ભારે ચર્ચા જગાવી

aapnugujarat
UA-96247877-1