Aapnu Gujarat
મનોરંજન

જેક્લીન તમામ પ્રકારની ભૂમિકા કરવા ઇચ્છુક

શરૂઆતની કેરિયરમાં સેક્સી ઇમેજ ઉભી કર્યા બાદ જેક્લીન હવે જુદી જુદી ભૂમિકા અદા કરવા માટે ઇચ્છુક છે. તે કોઇ એક પ્રકારની ભૂમિકામાં રહેવા માંગતી નથી. તે સેક્સી ઇમેજમાંથી પણ બહાર નિકળવા પ્રયાસ કરી રહી છે. જો કે તે સેક્સી કોમેડી ફિલ્મ કરવા માટે પણ તૈયાર છે.પ્રાપ્ત માહિતી મુજબ જેક્લીન હાલમાં રિતિક રોશનની બેંગ બેંગની સિક્વલ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રા સાથે કામ કરી રહી છે. તેની ટાઇગર સાથે ફ્લાઇંગ જાટ નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા બાદ તેના પર ફરી એકવાર દબાણની સ્થિતી છે. જો કે આશાવાદી બનેલી છે. લોકપ્રિય અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે તેને સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇે કોઇ વાંધો નથી. પરંતુ કેટલીક શરતો સાથે તે આ પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇને તૈયારી અંગે પુછવામાં આવતા જેક્લીને એમ કહીને તમામને ચોંકાવી દીધાછે કે તેને કોઇ વાંધો નથી. તેના આ નિવેદન બાદ આ લોકપ્રિય અભિનેત્રીને લઇને પણ કેટલાક નિર્માતા નિર્દેશકો સેક્સી કોમેડી ફિલ્મ બનાવવા માટે આગળ આવી શકે છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોને લઇને કોઇ વાંધો ધરાવતી નથી.
પટકથા મુજબ ફિલ્મમાં સીન રહે તે જરૂરી છે.જેક્લીન થોડાક વર્ષ પહેલા સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ કિક મારફતે લોકપ્રિય થઇ હતી. તેની આ ફિલ્મ સફળ રહ્યા બાદ તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને કેટલાક મોટા બેનરની ફિલ્મ મળી હતી.

Related posts

फिर एकबार रोमांस करते नजर आ सकते अजय और काजोल

aapnugujarat

લીઝા હેડન હાલ હળવાશના મુડમાં

aapnugujarat

પરિણિતી ચોપડાએ અર્જુન કપૂરને લાફો માર્યો..!!

editor

Leave a Comment

UA-96247877-1