Aapnu Gujarat
મનોરંજન

બોલિવૂડ સ્ટાર કિડ્‌સની પાર્ટીઓમાં મને કરણ જાેહર બોલાવતા જ નથી : તાપસી

તાપસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ પોતાની એક તસવીર શેર કરી હતી જેમાં તેનું શરીર પુરુષ જેવું દેખાતું હોવાનું કહીને ટ્રોલ કરવામાં આવી હતી. આ વિશે વાત કરતા તાપસીએ કહ્યું કે, ‘એક્ચ્યુઅલમાં રશ્મિ રોકેટ ફિલ્મમાં જે સ્પોર્ટ્‌સ ગેમ્સમાં મહિલાઓનું જેન્ડર ટેસ્ટિંગ થાય છે અને જાે તેમનામાં પુરુષો જેવા લક્ષણો દેખાય તો ડ્રોપ કરી દેવામાં આવે છે તે મુદ્દાને ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ટ્રોલર્સે મને ટ્રોલ કરીને ઉજાગર કરી દીધો હતો. આથી ટ્રોલર્સને હું મારા વેલવિશર માનું છુંપિંક અને થપ્પડ મૂવી બાદ ફરી એકવાર તાપસી પન્નુ, મહિલાઓ સાથે થતાં અત્યારના સંબંધિત વિષયને દશેરા પર રિલીઝ થઈ રહેલી પોતાની મૂવી ‘રશ્મિ રોકેટ’માં લઈને આવી છે. ૧૫ ઓક્ટોમ્બરે રિલીઝ થનારી તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ ફિલ્મના પ્રમોશન માટે તાપસી પન્નુએ અમદાવાદની મુલાકાત લીધી હતી. સિટી લાઈફ સાથેની ખાસ વાતચીતમાં તાપસી પન્નુએ ફિલ્મમાં પોતાના વિમેન એથ્લેટિક્સના પાત્રથી લઈને ગુજરાતમાં શૂટિંગ દરમિયાન થયેલા સુખદ અનુભવો શેર કર્યા હતા. આ સાથે હાલ ટોકિંગ પોઈન્ટ બનેલા બોલિવૂડના સેલિબ્રિટીઝની હાઈપ્રોફાઈલ પાર્ટી પર પણ આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો. સેલિબ્રિટીઝ કિડ્‌સની હાઈપ્રોફાઈલ પાર્ટી વિશે વાત કરતા તાપસી પન્નુએ કહ્યું કે, ‘આ બધી પાર્ટીઓ મોડીરાત્રે આયોજિત થાય છે અને હું ૧૦ વાગ્યે સૂઈ જાવ છું અને સવારે ૬ વાગ્યે ઊઠી જાવ છું. બીજું કે કરણ જાેહરના ઘરે આયોજિત થતી હાઈપ્રોફાઈલ સેલિબ્રિટીઝ સ્ટાર કિડ્‌સની પાર્ટીઓમાં મને કોઈ બોલાવતું જ નથી એટલે હું ક્યારેય જઈ શકી નથી.’ ‘રશ્મિ રોકેટ’ ફિલ્મ એક કચ્છની રશ્મિ નામની રનર એથ્લેટિક્સ સાથે થયેલા જેન્ડર ટેસ્ટ પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના કચ્છમાં થયેલું છે. જે વિશે વાત કરતા તાપસીએ કહ્યું કે, ‘મેં એક વસ્તુ નોટિસ કરી છે કે ગુજરાતના કચ્છની મહિલાઓ ઓલરાઉન્ડ હોય છે. બિઝનેસ હોય, લીડરશિપ હોય કે પછી સ્પોર્ટ્‌સ દરેક ફિલ્ડમાં કચ્છની મહિલાઓએ પોતાની જાતને સાબિત કરી છે. ફિલ્મમાં મારું પાત્ર કચ્છની એક છોકરી જે ખૂબ સારી રનર હોય છે તેનું છે, જેમાં કચ્છની મહિલાઓનું જીવન અને તેમના ખમીર વિશે વાત કરવામાં આવી છે.’

Related posts

अनुराग कश्यप को सोशल मीडिया पर मिली जान से मारने की धमकी, मामला दर्ज

aapnugujarat

પ્રભાસ અને મોહનલાલની ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારની એન્ટ્રી

aapnugujarat

जायरा के एक्टिंग छोडऩे पर फारूक अब्दुल्ला बोले- शायद बॉयफ्रेंड ने कहा हो एक्टिंग छोड़ दो

aapnugujarat

Leave a Comment

UA-96247877-1