Aapnu Gujarat
રમતગમત

અશ્વિન જેવા ખેલાડીને તો હું મારી ટીમમાં પણ ન રાખું : સંજય માંજરેકર

સંજય માંજરેકરે એમ પણ કહ્યું હતું કે IPL ન્ની ફ્રેન્ચાઈઝીના કેપ્ટનશિપના ર્નિણયને પગલે હું ઘણો સ્તબ્ધ છું. તમે યુવા ખેલાડીઓને તેમની કારકિર્દીની શરૂઆતથી જ કેવી રીતે કેપ્ટન તરીકે પસંદ કરી શકો છો? રાજસ્થાનની ટીમે સંજુ સેમસનને તથા દિલ્હીએ રિષભ અને શ્રેયસને કેપ્ટન તરીકે પસંદ કરીને મને ચોંકાવી દીધો હતો. IPL ફ્રેન્ચાઈઝી જેવી રીતે સારા બેટર અને બોલર્સ શોધે છે, તેમ તેમણે સારા કેપ્ટન પણ પસંદ કરવાની જરૂર છે. યુવા ખેલાડીને પહેલા એક અનુભવી કેપ્ટનના હાથ નીચે તાલીમ આપવી જાેઈએ, ત્યાર પછી જાે કેપ્ટન બનાવવામાં આવે તો તે પ્રશંસનીય પ્રદર્શન દાખવી શકે છે. આનાથી IPL ટીમની સાથે ઈન્ડિયન ટીમને પણ ફાયદો થશે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે જુઓ મહેન્દ્ર સિંહ ધોની અને ઓઈન મોર્ગન છે. તેમની કેપ્ટનશિપ હેઠળ ટીમે ફાઇનલમાં પ્રવેશ પણ કર્યો છે અને ઘણી હારેલી મેચને પણ જીતી લીધી છે.કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બુધવારે રમાયેલી IPL 2021 ની બીજી ક્વોલિફાયર મેચમાં સ્ટાર ઓફ સ્પિનર ??રવિચંદ્રન અશ્વિન દિલ્હી કેપિટલ્સ માટે વિલન સાબિત થયો છે. ??રવિચંદ્રન અશ્વિનની મોટી ભૂલને કારણે દિલ્હી કેપિટલ્સે ફાઇનલમાં પ્રવેશવાની તક ગુમાવી હોવાની વાત હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એવામાં ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે અશ્વિન સામે નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે અશ્વિન જેવો ખેલાડી ક્યારેય મારી ટીમનો ભાગ ના હોય. દિલ્હી કેપિટલ્સે છેલ્લી ઓવરમાં ૭ રન ડિફેન્ડ કરવાના હતા, પરંતુ આર. અશ્વિન આમ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. KKR એ ૩ વિકેટથી મેચ જીતી લીધી હતી. સંજય માંજરેકરે કહ્યું હતું કે આપણે લોકોએ અશ્વિન અંગે ઘણીબધી ચર્ચાઓ કરી લીધી છે, પરંતુ રવિ અશ્વિન હવે T-20 ફોર્મેટની કોઈપણ ટીમમાં ભાગ લેવા માટે સક્ષમ નથી. જાે હું મારી ટીમ બનાવું તો એમાં ક્યારેય અશ્વિન જેવા ખેલાડીને તક ન આપું, તેની જગ્યાએ હું વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીને પસંદ કરવા પર ભાર આપું. વળી, અશ્વિન છેલ્લાં ૫-૭ વર્ષોથી માત્ર ટેસ્ટ ફોર્મેટનો સ્ટાર બોલર બનીને રહી ગયો છે. તેને જ્યારે ઇંગ્લેન્ડમાં તક નહોતી મળી ત્યારે મને પણ ઘણું દુઃખ થયું હતું. રવિ અશ્વિન એક વિકેટ ટેકર નથી, T-20 ફોર્મેટમાં હવે તેની બોલિંગ ધારદાર રહી નથી. કોઈપણ ફ્રેન્ચાઈઝી અશ્વિનને માત્ર રન રોકવા માટે પસંદ નહીં કરે. T-20 World Cup ૨૦૨૧ પહેલા રવિચંદ્રન અશ્વિનની બોલિંગ સામે સવાલો ઊઠી રહ્યા છે. તે જેટલો હોશિયાર છે એવી રીતે અશ્વિને છેલ્લી ઓવર કરવી નહોતી. ૨ બોલમાં ૬ રન ડિફેન્ડ કરવાના હોય ત્યારે તેણે થોડી ફ્લેટર બોલ ફેંકીને કોલકાતાના બેટર રાહુલને સિક્સ મારવાની તક આપી દીધી હતી. તે એક વર્લ્‌ડ ક્લાસ સ્પિનર છે, આવી નિર્ણાયક મેચમાં આ પ્રમાણેની ભૂલ ચર્ચાનો વિષય બની ગયો છે.

Related posts

धोनी और रोहित के चलते कप्तानी में कामयाब हैं विराट : गंभीर

aapnugujarat

એશિયા કપ હોકી : પાક પર ભારતની ૩-૧થી જીત થઇ

aapnugujarat

हम बाहर हो गए लेकिन टीम का भविष्य उज्जवल : केमार रोच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1