Aapnu Gujarat
ગુજરાત

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ “રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં ૧ થી ૧૯ વર્ષના લોકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા મપહેસુ કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, તાલુકા ફિ.હે.સુ ગૌરીબેન મકવાણા સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝરો દ્વારા સપોર્ટીવ સુપરવીઝન કરવામાં આવ્યું હતું.
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ “રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે વિરમગામ તાલુકાના ૧ થી ૧૯ વર્ષની વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામાં ન જતા લોકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એ ના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલ્ટી અને વજન ઓછુ થવુ જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાથી લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો, સ્કુલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૂપ, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં અને જીવન દરમાં વૃધ્ધી, વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જન સમુદાયને લાભ થાય છે.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

શહેરમાં ઝાડા-ઉલ્ટીના ૧૮૮૦ અને કોલેરાના ૧૦ કેસ સપાટીએ

aapnugujarat

મહેસાણામાં ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સજા

aapnugujarat

જુનાગઢ નજીક ટ્રકચાલકે અડફેટે લેતાં માતાની નજર સામે જ દીકરીનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1