Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામાં ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સજા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા લુખ્ખાતત્વોએ પોતાના હાથમાં લઇ લીધી હોય તેમ લાગી રહ્યુ છે. જાહેર માર્ગ હોય કે પછી ઘરની ચાર દિવાલો. દિકરીઓ-મહિલાઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. સરાજાહેર કોઇ બહેન દિકરી પર હુમલો કરી દે, છેડતી કરે, અરે દુષ્કર્મ આચરે.. નાની ફૂલ જેવી બાળકીઓને પણ નરાધમો બાકી નથી મૂકતા . ત્યારે આવા લંપટો સામે તો એવી કાર્યવાહી થવી જોઇએ કે આવી ઘટનાઓ બીજીવાર ભૂલથી પણ ન બને. ત્યારે મહેસાણામાં ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષ કેદની સજાનું એલાન કરવામાં આવ્યું છે. વિજાપુરના આરોપી વિક્રમ પટેલને ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૦માં આ લંપટે પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ગામની સીમમાં લઇ જઇને બાળકીને પીંખી નાંખી હતી. આ કેસમાં ભોગ બનનારને ૬ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણાના વિજાપુરમાં એક આધેડે ૫ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીને ફોસલાવી ફટાકડા આપવાનું કહી ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. મહેસાણાના વિજાપુરમાં રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ધનતેરસને દિવસે ઘરે રડતી આવેલી જોઇ તેની બાએ રડવાનુ કારણ પુછતા નરાધમની પોલ ખૂલી હતી. બાળકીની માતા તેને તાત્કાલિક દવાખાને લઇ ગઇ જો કે તબીબે દવા આપીને પોલીસ કેસ હોવાનું જણાવીને ઘરે મોકલી દીધા. દુષ્કર્મી ફરાર થઇ જતા વિજાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Related posts

सस्पेन्डेड आईएएस अधिकारी प्रदीप शर्मा के बंगले में चोरी

aapnugujarat

રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ, રંગોત્સવ પર પ્રતિબંધ : નીતિન પટેલ

editor

डेन्ग्यु के आधिकारिक केस जारी होने पर तंत्र की पोल खुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1