Aapnu Gujarat
ગુજરાત

જુનાગઢ નજીક ટ્રકચાલકે અડફેટે લેતાં માતાની નજર સામે જ દીકરીનું મોત

જુનાગઢ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતાં (accident in junagadh) માતાની નજર સામે જ દીકરીનું મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મૃતક 22 વર્ષીય યુવતી ખાનગી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, જુનાગઢના જોશીપરામાં રહેતા માતા-દીકરી ગઈકાલે રાત્રે મરચું દળાવીને સ્કૂટર પર પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાબલપુર ચોકડી નજીક એક ટ્રકચાલકે આ માતા-પુત્રીને અડફેટે લઈને પછાડતાં માતાની નજર સામે જ દીકરીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે આગળની તપાસ હાથધરી છે.
જુનાગઢના પુનિત નગરમાં રહેતા માતા-પુત્રી ખરીદી કરવા જેતપુર ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે સાબલપુર ચોકડી નજીક હનુમાનજીની મૂર્તિ ભરીને પૂરઝડપે આવી રહેલા આઇસર ટ્રકે મોપેડમાં સવાર આ માતા અને પુત્રીને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં સ્થળ પર જ માતાની નજર સામે 19 વર્ષીય દીકરીનું મોત થયું હતું. આ અકસ્માત સર્જાતા જ આઇસર ગાડીનો ડ્રાઇવર ઘટનાસ્થળથી ભાગી ગયો હતો.

અકસ્માતની આ ઘટનામાં માતાને પણ ઈજા પહોંચતા તેઓને સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનાની જાણ થતાં સાબલપુર ચોકડી નજીક રોડ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ 19 વર્ષીય યુવતી જુનાગઢમાં નર્સિંગ તરીકે બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 19 વર્ષીય દીકરીનું મોત થયાના સમાચારથી પરિવાર અને સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

માતા અને દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે 108માં જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં યુવતીનું મોત થયું હોવાનું જાહેર કરાયું હતું, કારણકે તેને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટના અંગે તાલુકા પોલીસમાં આઈસર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

Related posts

તુટેલા રસ્તા માટે કોન્ટ્રાક્ટરોને સૌથી વધુ ૧૮ નોટિસો અપાઈ : અમદાવાદ શહેરનાં મધ્ય ઝોનમાં સૌથી ઓછી નોટિસ ફટકારાઈ

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સ્વતંત્રતા દિવસે શ્રેણીબદ્ધ જનકલ્યાણની ઘોષણા કરાઈ

aapnugujarat

મણિનગર,શાહઆલમ અને ઇસનપુરમાં તસ્કરનો આતંક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1