Aapnu Gujarat
શિક્ષણ

ફ્રાન્સ 30,000 ભારતીય સ્ટુડન્ટને આવકારવા તૈયાર

તાજેતરમાં ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ સંબંધો સુધરે તે અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે જેના કારણે હવે બધાનું ધ્યાન મિડલ ઈસ્ટ તરફ ગયું છે. ભારત અને કેનેડાનો મુદ્દો હાલમાં એક બાજુ રહી ગયો છે. આ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા સિવાયના દેશો તરફ નજર દોડાવી શકે છે. હાયર એજ્યુકેશન માટે અમેરિકા અને કેનેડા ઉપરાંત યુરોપ પણ ભારતીય સ્ટુડન્ટમાં ફેવરિટ છે. યુરોપનો દેશ ફ્રાન્સ આગામી છ વર્ષમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે. ભારતથી જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ફ્રાન્સ જાય છે તેમને ઘણી વખત વિઝાને લગતા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. જોકે, હવે આ સમસ્યા ઉકેલાઈ જશે તેમ ફ્રાન્સના ભારત સ્થિત રાજદૂતે જણાવ્યું છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું છે કે 2023 સુધીમાં ભારતના 30 હજાર વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે.

ફ્રાન્સના રાજદૂતે પાંચ વર્ષના શોર્ટ સ્ટે શેંગેન વિઝા માટે વાત કરી છે. તેમણે કહ્યું કે ભારતના સ્ટુડન્ટ ફ્રાન્સમાં એક સેમેસ્ટર વીતાવે તો પણ બંને દેશો વચ્ચે એક જોડાણ રચાશે. ભારતના જે સ્ટુડન્ટ માસ્ટર્સ અથવા તેનાથી ઉપરની ડિગ્રી ધરાવે છે અને ફ્રાન્સમાં ઓછામાં ઓછા એક સેમેસ્ટર ગાળ્યું હોય તેઓ પાંચ વર્ષના શોર્ટ ટર્મ શેંગેન વિઝા માટે લાયક ગણાશે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે આ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

ફ્રાન્સે તાજેતરમાં ભારતીય સ્ટુડન્ટને તક આપવા વિશે કેટલીક મહત્ત્વની વાતો કરી છે. જેમ કે તેઓ ભારતથી શક્ય એટલા યંગસ્ટરને લક્ષ્યમાં રાખીને વધુને વધુ સંખ્યામાં ફ્રાન્સ ભણવા આવે તેવી તેની યોજના છે. બીજા કોઈ પણ યુરોપિયન દેશની તુલનામાં ફ્રાન્સમાં અભ્યાસ માટે જવાનું વધારે સરળ કરવામાં આવશે.

ફ્રાન્સ ભણવા જતા ભારતીય સ્ટુડન્ટ્સ મોટા ભાગે બિઝનેસ પ્રોગ્રામમાં એડમિશન લેતા હોય છે. આ ઉપરાંત એન્જિનિયરિંગમાં પણ ઘણા સ્ટુડન્ટને રસ પડે છે. તાજેતરમાં ફ્રાન્સ દ્વારા સ્ટુડન્ટને આકર્ષવા અને તેમને માર્ગદર્શન આપવા માટે દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ટોચની 50 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં 22 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્કૂલ તથા 17 એન્જિનિયરિંગ કોલેજોનો સમાવેશ થાય છે.

ગયા જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી ત્યારે બંને દેશો વચ્ચે પાર્ટનરશિપ મજબુત બનાવવા અંગે વાતચીત થઈ હતી. તે સમયે જ ફ્રાન્સે પોતાની યોજના જણાવી દીધી હતી કે આગામી સાત વર્ષમાં તે શક્ય એટલા વધુ ભારતીય વિદ્યાર્થીઓને આમંત્રણ આપવા માટે તૈયાર છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ફ્રેન્ચ ભાષામાં મદદની જરૂર હોય તેમના માટે અલગથી સ્પેશિયલ ક્લાસ શરૂ કરવામાં આવશે.

Related posts

જાન્યુ. – ફેબ્રુ.સુધી નહીં યોજાય સીબીએસઈ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા

editor

ક્રિષ્ના કોન્ટેસ્ટ એન્ડ ગૌલકા સેડ્સ – 2018 નું હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા આયોજન

aapnugujarat

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.માં હવેથી અનુસ્નાતક શિક્ષણ શરુ

aapnugujarat
UA-96247877-1