Aapnu Gujarat
શિક્ષણ

ક્રિષ્ના કોન્ટેસ્ટ એન્ડ ગૌલકા સેડ્સ – 2018 નું હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા આયોજન

હરેકૃષ્ણ મંદિરના “કલ્ચરલ એજયુકેશન સર્વિસ” નામના ડિપાર્ટમેન્ટ દ્રારા બાળકોમાં સારા મૂલ્યોના વિકાસ અને જીવનજરૂરી કુશળતા કેળવવામાં મદદરૂપ થવા માટે વિવિધ સાંસ્કૃતિક અને સામાજીક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યને આગળ ધપાવતા તથા વિદ્યાર્થીઓના લાભાર્થે  અમો દ્રારા બહુવિધ સંસ્કૃતિ-કેન્દ્રિત પહેલ જેમ કે હેરિટેઝ ફેસ્ટ, ગીતા ફેસ્ટ, કલ્ચર કેમ્પ, વેલ્યુસ પ્લસ વિગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.

ક્રિષ્ના કોન્ટેસ્ટ અને ગોલૌકા સેડ્સ આ બધાઓમાંથી જ કોઈ એક છે. ક્રિષ્ના કોન્ટેસ્ટ એક લેખિત સ્પર્ધા છે જે ધોરણ 5 થી લઈને ધોરણ 10 સુધીના બાળકો માટે જયારે ગોલૌકા સેડ્સ, એ જુનિયર કે.જી. થી લઈને ધોરણ 5 સુધીના બાળકો માટેની એક રંગપૂરણી સ્પર્ધા છે જે સમગ્ર અમદાવાદ અને ગાંધીનગરના બાળકો માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધા માટે મૂલ્યો આધારિત નિર્ધારિત પુસ્તકોનો સંદર્ભ લેવામાં આવે છે કે જેમાં લોકોએ મહાન વ્યક્તિઓના આદર્શોને પોતાના જીવનમાં અનુસરયા હોય અને સમાજ પોતે મહાત્મા તરીકેની છાપ ઉભી કરી હોય. જુદા-જુદા પુસ્તકો અલગ-અલગ ધોરણના બાળકોને આપવામાં આવ્યા હતા અને ભાગલેનાર પ્રતિસ્પર્ધીએ પુસ્તકની વાંચીને સમજી હતી અને લેખિત પરીક્ષા આપી હતી.

હરેકૃષ્ણ મદિર,ભાડજ દ્રારા સૌ પ્રથમવાર ક્રિષ્ના કોન્ટેસ્ટ અને ગોલૌકા સેડ્સ સ્પર્ધાનું અમદાવાદ અને ગાંધીનગરની આશરે 200 કરતા પણ વધારે શાળાઓમાં આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળતા આશરે 13,000 કરતા પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવશે અને શાળાઓમાંથી ટોપ થ્રી વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં સરકારી શાળાઓ ઉપરાંત દેવ ઈન્ટરનેશનલ, પોદર ઈન્ટરનેશનલ, કેન્દ્રીય વિદ્યાલય, ત્રીપદા ઈન્ટરનેશનલ સ્કૂલ, આવીશકાર ઈન્ટરનેશનલ સ્કૂલ વિગેરે નામદરા શાળાઓએ પણ ભાગ લીધો હતો.

ક્રિષ્ના કોન્ટેસ્ટ અને ગોલૌકા સેડ્સ સ્પર્ધા વિશે પ્રતિસાદ આપતા ડી.એ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ,અમદાવાદના સૌમ્યા જ્હાએ જણાવ્યું હતુ કે મને કલરીંગ અને પેઈનટીંગ કરવું ખૂબ જ ગમે છે. જયારે મને જાણ થઈ કે હરે ક્રિષ્ના મંદિર,ભાડજ કલરીંગ કોમ્પીટીશનું આયોજન કરી રહ્યું છે હું ઘણી જ ઉત્સાહિત હતી અને આ માટે મે મમ્મીની સહમતિ પણ લીધી હતી. મને કલરીગં કોમ્પીટીશનમાં ખૂજ જ મજા આવી.

પોદર ઈન્ટરનેશનલ સ્કૂલના ટીચર શ્રી નિતિન આચાર્ય એ સ્પર્ધા વિશે જણાવતા કહ્યુ કે ભગવાન કૃષ્ણના વિચારો  વિષેના જ્ઞાનનો પ્રસાર કરતો આ એક ઉત્તમ કાર્યક્રમ હતો. આ વિશેના પુસ્તકો ખૂબ જ રસપ્રદ હતા. જે કોઈપણ એક વખત પુસ્તક વાંચવાની શરૂઆત કરશે તે પુસ્તક પૂર્ણ કરીને જ રહેશે. આ કાર્યક્રમમાં સંકળાયેલી ટીમ જે તેનો મુખ્ય આધાર સ્તંભ છે, એ ખરેખર પ્રંશસાને પાત્ર છે. પેપર સ્ટાઈલ અને પ્રશ્ર્નો ખરેખર ધ્યાનપૂર્વકની સમજણ માંગીલે એવા હતા. હરે કૃષ્ણ મંદિરના સ્થાપક, શ્રી શ્રીલપ્રભુપાદના આશીર્વાદ થકી કાર્યરત આવા સરસ અને આધ્યાત્મિક સમુદાય સાથે કામ કરીને હુ ખૂબ જ ખુશ છું. હરે કૃષ્ણ !

Related posts

ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને ઉત્સુકતા

aapnugujarat

સુણાવ કેળવણી મંડળના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

editor

आज से स्कुलो में फिर एक बार छात्रों की चहल पहल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1