Aapnu Gujarat
બ્લોગ

ગ્લોબલ વોર્મિગના કારણે દુનિયામાં ડરામણી ઘટનાઓ સર્જાશેનો વૈજ્ઞાનિકોમાં ભય

ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે. રાજધાની દિલ્હીમાં આ વર્ષે મૉનસૂને કેટલાય રેકૉર્ડ તોડી નાખ્યા છે. જળવાયુ પરિવર્તન પર શહેર પ્રશાસનના ડ્રાફ્ટ ઍક્શન પ્લાન મુજબ હવામાનમાં ફેરફારને કારણે ૨૦૫૦ સુધી દિલ્હીમાં ૨.૭૫ લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર આવનારાં વર્ષોમાં શહેરની સામે ગરમ હવા, વધેલા તાપમાન અને હવામાં ભેજ ઘટવા જેવા પડકારો ઊભા હશે. મોસમ અને સમુદ્રમાં થઈ રહેલી ઘટનાઓને જળવાયુ પરિવર્તન સાથે જોડવું મુશ્કેલ છે કારણ કે આ એક જટિલ વિષય છે. આને લઈને કેટલાંક અધ્યયન ચાલી રહ્યાં છે પરંતુ વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે તેમને ભય છે કે કેટલીક ડરામણી ઘટનાઓ દુનિયામાં ઘટી શકે છે. જળવાયુ સિસ્ટમના બધા ભાગ રેકૉર્ડ સ્તર પર કોઈ આપદા સામે ઝઝૂમી રહ્યા છે.
તાપમાનમાં રેકૉર્ડ વધારો, સમુદ્રની સપાટીનું તાપમાન વધવું અને અંટાર્કટિક સાગરમાં બરફ ઓગળવાની ઘટનાઓને જોતાં વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જે અભૂતપૂર્વ છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સમગ્ર યુરોપમાં ચાલતી ભયંકર લૂ જીવલેણ પ્રકૃતિની આફત છે જે રેકૉર્ડ તોડી શકે છે. પાકિસ્તાન ગયા વર્ષે આવેલું ભયાનક પૂરને કારણે થયેલી તબાહીમાંથી હજુ બેઠું નથી થઈ શક્યું અને આ વર્ષે ફરી મૉનસૂનને કારણે ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગત વર્ષે પાકિસ્તાનમાં ૧,૫૦૦થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે હજારો હેક્ટર ખેતીની જમીન ડૂબી ગઈ હતી. ભારતના મોટા ભાગમાં આ વર્ષે જરૃર કરતાં વધારે વરસાદ થયો છે. જ્યારે દેશના ૪૦ ટકા વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ છે.એવો પણ મોટો ભાગ છે જે વરસાદ માટે તરસી રહ્યો છે. આ વર્ષે ઉનાળામાં અત્યાર સુધી ચાર રેકૉર્ડ તૂટી ગયા છે. જુલાઈમાં સૌથી ગરમ દિવસ, વૈશ્વિક સ્તર પ જૂનનો મહિનો સૌથી ગરમ મહિનો હતો, સમુદ્રમાં ગરમ લૂ અને અંટાર્કટિક સાગરમાં બરફમાં રેકૉર્ડ ઘટાડો.મોસમમાં આવતા ફેરફારો એવા સંકેત આપે છે, તે ધરતી અને માનવ ભવિષ્યને ભારે પ્રભાવિત કરી શકે છે. સમુદ્રનાં સરેરાશ વૈશ્વિક તાપમાને મે, જૂન અને જુલાઈ મહિનામાં બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે વર્ષ ૨૦૧૬માં સમુદ્રી સપાટી પર સૌથી વધારે તાપમાન જોવા મળ્યું હતું, ત્યાર બાદ આ વર્ષે તાપમાન રેકૉર્ડ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ઉત્તર એટલાંટિક સાગરમાં અત્યધિક ગરમીને કારણે સમુદ્રનું તાપમાન વૈજ્ઞાાનિકો માટે ચિંતોનો વિષય છે. જૂનના મહિનામાં આયર્લૅન્ડના પશ્ચિમના તટ પર સરેરાશ તાપમાનથી ૪ કે પાંચ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હતું. જુલાઈમાં અંટાર્કટિક સાગરમાં બરફની ચાદરમાં રેકૉર્ડ ઘટાડો જોવા મળ્યો. ૧૯૮૧થી ૨૦૧૦ સુધી સરેરાશની સરખામણીમાં અંટાર્કટિકથી યુકેના આકારથી ૧૦ ગણો મોટો ભાગ જેટલો બરફ ઓગળી ગયો છે. વૈજ્ઞાાનિકો અનુસાર આ ચેતવણીનો સંકેત છે અને જળવાયુ પરિવર્તન સાથે આના સંબંધની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

 

Related posts

MORNING TWEET

aapnugujarat

મહેલ જેવા બંગલા ખાલી ન કરવાના ખેલ

aapnugujarat

આકરા પગલાને અભાવે કાશ્મીર સમસ્યા વકરી

aapnugujarat
UA-96247877-1