Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની કારજેકિંગ દરમિયાન હત્યા

કેનેડામાં ૨૪ વર્ષીય ઈન્ડિયન સ્ટુડન્ટની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મિસિસોગાના ક્રેડિટવ્યૂ રોડના વિસ્તારમાં ગુરવિંદર નાથ પિત્ઝા ડિલિવરી બોય તરીકે પણ પાર્ટ ટાઈમ નોકરી કરી રહ્યો હતો. ત્યારે અચાનક મોડી રાત્રે ૨ વાગ્યાની આસપાસ એક ઓર્ડર પ્લેસ થયો અને નજીકના વિસ્તારમાં જ તેને ડિલિવર કરવાનો હતો. તે જેવો ઓર્ડર લઈને ત્યાં પહોંચ્યો કે તરત જ કેટલાક અજાણ્યા શખસોએ તેના પર હુમલો કરી દીધો હતો. તેને ગંભીર ઈજાઓ પહોંચાડી તેને લૂંટી લીધો અને બાદમાં ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે જાહેરમાં આ પ્રમાણેની ઘટના બનતા માહોલ તંગ બની ગયો હતો. આસપાસ જે લોકો હતા તે પણ મદદે દોડી આવ્યા હતા, તો બીજી બાજુ પોલીસને આ ઘટનાક્રમ અંગે ઘણી શંકાઓ પણ થઈ રહી છે. કેનેડામાં પિત્ઝા ડિલિવરી બોય તરીકે કામ કરતા ભારતીય વિદ્યાર્થી ગુરવિંદ નાથની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં ઈન્વેસ્ટિગેટર્સે જણાવ્યું કે આ કેસમાં એક નહીં ઘણા લોકોની સંડોવણી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેમને શંકા છે કે આ કોઈ અંગત અદાવત હોઈ શકે છે. એટલું જ નહીં ફુડ ઓર્ડર કરીને એક સ્પેસિફિક જગ્યાએ બોલાવવા માટેનો કેટલાક શખસોનો પ્લાન હોઈ શકે છે. જ્યારે આ યુવક ત્યાં પહોંચ્યો કે તરત જ તેની પર હુમલો કરી દેવામાં આવે છે.
ઈન્વેસ્ટિગેટર્સે વધુમાં જણાવ્યું કે અહીં સુમસામ વિસ્તાર પણ નહોતો. અન્ય લોકો પણ અવર જવર કરતા હતા. કારણ કે જેવો આ યુવક પર હુમલો કરાયો અને તેને ગંભીર ઈજા પહોંચી કે તરત જ હુમલાખોરો ભાગી ગયા હતા. જોતજોતામાં ત્યાં સ્થાનિકો તેની મદદે પણ આવ્યા હતા અને તેને ટ્રોમા સેન્ટર સુધી પહોંચાડ્યો હતો. જેથી કરીને ઈન્વેસ્ટિગેટર વધુ એક એન્ગલ પણ સર્ચ કરે છે જેમાં તેમને શંકા છે કે માત્ર આ યુવક પર જ કેમ હુમલો થયો અને તે હજુ ફુડ ડિલિવર કરે એ પહેલા જ એકપછી એક વાર તેના પર થયા હતા. જોકે આ ક્રાઈમને વિવિધ એન્ગલથી ઈન્વેસ્ટિગેટર્સ તપાસી રહ્યા છે. ટ્રોમા સેન્ટર લઈ જતા પહેલા જ આ યુવકનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે આ અંગે ભારતના કોન્સોલ જનરલ કે જે ટોરોન્ટોમાં છે તેમણે જણાવ્યું કે ગુરવિંદર નાથનું મૃત્યુ અત્યંત શોકિંગ છે. મારી તેના પરિવાર પ્રત્યે સંવેદના છે. હું સમજી શકુ છું આ કપરા સમયમાં તેના પરિવાર પર શું વિતી હશે. અત્યારે તેના મિત્ર વર્તુળથી લઈ સંબંધીઓમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું કે મેં તેના પરિવારજનોને સંપર્ક સાધી દીધો છે. નોંધનીય છે કે કેનેડામાં ગુરવિંદર નાથનું મૃત્યુ થતા જ પરિવારના માથે આભ ફાટ્યું હતું. જેના પગલે કેનેડાથી લઈ ઈન્ડિયામાં રહેતા તમામ સંબંધીઓ, મિત્રોએ ઓનલાઈન કે ઓફલાઈન રીતે તેમને સપોર્ટ આપ્યો હતો. આની સાથે જ કોન્સલ જનરલે એમપણ કહ્યું છે કે જે લોકો આની પાછળ જવાબદાર છે તેમને સજા થવી જ જોઈએ. પોલીસે તપાસ બાદ નિવેદન આપ્યું કે ગુરવિંદર નાથનો કઈ વાંક જ નહોતો. વધુમાં કહ્યું કે નાથનું વ્હિકલ ઘટનાસ્થળથી લગભગ ૫ કિલોમીટર દૂર મળી આવ્યું હતું.
પોલીસે બીજી થિયરી જણાવી કે અત્યારે જોવાજઈએ તો હજુ સુધી હત્યારાઓની તપાસ થઈ નથી. પરંતુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે વ્હિકલ જલદીથી પચાવી પાડવા માટે તેની હત્યાનો પ્રયોસ થઈ શક્યો હશે. નોંધનીય છે કે ઈન્વેસ્ટિગેટર્સની ટીમ તમામ પાસાને ધ્યાનમાં રાખીને કામ કરે છે, એટલે હત્યા અને તેનું કનેક્શન કયું છે એ જાણવા સતત સર્ચ ઓપરેશન ચાલતું રહેશે. પોલીસ અધિકારી કિંગે કહ્યું કે હું ગુરવિંદ નાથના હત્યારાઓને એક જ વાત જણાવીશ કે જે જે આ હત્યામાં સંડોવાયેલા છે. તેમને પકડી પાડવામાં આવશે અને એટલું જ નહીં તેમની પર કાયદેસરની કાર્યવાહી પણ થશે. એકપણ હત્યારો કાયદાકીય સજાથી બચશે નહીં, હું તમામની ધરપકડ કરી દઈશ. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને જણાવ્યું કે નાથનો પાર્થિવ દેહ ૨૭ જુલાઈના દિવસે ભારત લાવવામાં આવશે. ગુરવિંદર નાથના પરિવારજનો અને મિત્રો સાથે વાતચીત થઈ એમાં તેમણે જણાવ્યું કે જુલાઈ ૨૦૨૧માં નાથ અહીં કેનેડામાં આવ્યો હતો. એટલું જ નહીં હવે તો બિઝનેસ સ્કૂલના છેલ્લા સેમિસ્ટરમાં તે અભ્યાસ કરી રહ્યો હતો. તેને એક જ સપનું હતું કે કેનેડામાં વસવાટ કરીને મોટો બિઝનેસ મેન બનવું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે ગુરવિંદર નાથને શ્રદ્ધાંજલી આપવા માટે ૨૦૦ લોકો મિસાસોગામાં કેન્ડલ માર્ચ કરી હતી. બોબી સંધૂ કે જે નાથનો ખાસ મિત્ર અને સંબંધીનો દીકરો છે તેણે કહ્યું કે તે કેનેડામાં એક સપનું લઈને આવ્યો હતો, સતત એને પૂરૂ કરવા માટે મહેનત કરતો હતો અને અચાનક કોઈક આવે છે અને બધુ નષ્ટ કરી જતું રહે છે. આ મિત્રએ વધુમાં કહ્યું કે કેનેડા એક સેફ કંટ્રી છે. અહીં લોકો ઘણા સુરક્ષિત છે. પરંતુ અચાનક છેલ્લા ઘણા સમયથી આવી નિર્દયતાથી હત્યા કરી દેવાઈ હોય એવા કિસ્સાઓ સામે આવતા રહે છે. જેથી કરીને આપણે સુરક્ષા વ્યવસ્થા પર વધુ બાજ નજર રાખવી જોઈએ. કારજેકિંગ અને પિત્ઝા ડિલિવરીનું જે કનેક્શન નિકળ્યું છે એમાં ઈન્વેસ્ટિગેટર વિવિધ એન્ગલથી તપાસ કરી જ રહ્યા છે. હવે જોવાજેવું રહ્યું કે આગળ શું થશે.

 

Related posts

ઈરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાતા : ૨૦ના મોત

aapnugujarat

पाकिस्तान में 2 अलग-अलग आतंकी हमलों में 20 सैनिकों की मौत

editor

New guidelines for foreign tourists arriving in Nepal

editor
UA-96247877-1