Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27%

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(GSEB HSC General Stream Result 2023) પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. સવારે આઠ વાગે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. GSEBની વેબસાઈટ પર જઈને આ પરિણામ જોઈ શકાશે. ત્યારે આ વર્ષે ધોરણ 12 સામન્ય પ્રવાહનું પરિણામ 73.27% આવ્યું છે. મહત્વનું છે કે, ગયા વર્ષની સરખામણીએ 13 ટકા જેટલું રિઝલ્ટ ઓછું આવ્યું છે. તો આ વખતે છોકરાઓની સરખામણીએ છોકરીઓએ બાજી મારી છે. તો આ પરિણામ વોટ્સએપ નંબર પરથી જોઈ શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે. મહત્વનું છે કે, કચ્છ જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ જોવા મળ્યું છે. કચ્છ જિલ્લામાં 84.59 ટકા પરિણામ આવ્યું છે.

બુધવારે વહેલી સવારે આઠ વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ(Class 12 General Stream Result) જાહેર થયુ હતુ. GSEBની સત્તાવાર વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 12 સમાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 13 ટકા પરિણામ ઓછું આવ્યું છે. પરંતુ આ વર્ષે છોકરા કરતા છોકરીઓએ બાજી મારી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સએપ નંબર 6357300971 પર પણ જોઈ શકશે. આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે અને પછી પરિણામ મેળવી શકશે. તો આ વર્ષે કચ્છ જિલ્લાનું પરિણામ સૌથી વધુ છે. કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લા દાહોદ છે. દાહોદમાં 54.67 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જોઈ શકશે. એટલું જ નહીં પોતાનું પરિણામ પણ ડાઉનલોડ કરી શકશે. પોતાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ સહિતની કેટલીક વિગતો વેબસાઈટ પર નાખવી પડશે અને પછી પરિણામ જોઈ શકશે. બીજી મહત્વની વાત એ છે કે, સૌથી વધુ પરિણામ વાગધ્રા કેન્દ્રનું રહ્યું છે. અહીં 95.85 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયાનું છે. અહીં 36.28 ટકા પરિણામ આવ્યું છે. તો 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 311 છે.

સૌથી પહેલાં ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org જવાનું રહેશે. ત્યારબાદ આર્ટ્સ અને કોમર્સ માટે HSC, 12નું પરિણામ 2023 લિંક પર ક્લિક કરવાનું રહેશે. એ પછી લોગ ઈન થયા બાદ ઓળખપત્રો દાખલ કરવાના રહેશે. બાદમાં GSEB HSC ધોરણ 12મું પરિણામ 2023 ડાઉનલોડ કરો અને સેવ કરો. આ સિવાય તમે આ વેબસાઈટ પરથી પરિણામની પ્રિન્ટઆઉટ પણ લઈ શકશો.

Related posts

બેફામ સ્કૂલ ફી : સરકારને જગાડવા અમદાવાદમાં વાલીઓએ બોલાવી રામધૂન

aapnugujarat

ગાંધીનગરમાં ૩૨૦૦૦ હજાર વિદ્યાર્થીઓ અનપઢ!

aapnugujarat

અમદાવાદ શહેરનું ૭૨.૪૫, ગ્રામ્યનું ૭૦.૨૪ ટકા રિઝલ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1