Aapnu Gujarat
શિક્ષણ

ગાંધીનગરમાં ૩૨૦૦૦ હજાર વિદ્યાર્થીઓ અનપઢ!

ગુજરાત સરકાર ગુણોત્સવ કરે છે ત્યારે ખબર પડે છે કે અક્ષરજ્ઞાન કેટલું છે. જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્કૂલે જતા ૩૨,૦૦૦ વિદ્યાર્થીઓ અનપઢ છે. માધ્યમિક શિક્ષણમાં ગુજરાત નંબર વન હોવાના દાવા કરતી સરકાર માટે આ આંકડો શરમજનક છે.
ગાંધીનગર જિલ્લાની ૬૮૦ સરકારી સ્કૂલોમાં ગુણોત્સવ બાદ આવેલા પરિણામમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીનગરના ૧.૧૫ લાખ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ-૬ થી ધોરણ-૮ના ૮૮,૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૩૨૦૦૦ને વાંચતા આવડતું નથી.
સરકારી સ્કૂલોમાં શિક્ષકોની નબળાઈ, શિક્ષકોની ઘટ અને સ્કૂલમાં જઈને બાળકોને ભણાવ્યા વિના પગાર લેવાની આદતના કારણે આપણું બાળધન અક્ષરજ્ઞાન મેળવતું નથી. સરકારી સ્કૂલોને પ્રાઇવેટ કે કોઈ સંસ્થાને આપી દેવાનો સમય આવી ચૂક્યો છે. સરકારે શિક્ષકોને જાલીમ પગાર ચૂકવવાના બંધ કરીને પ્રાઇવેટ સંસ્થાને આ સ્કૂલો સોંપી તેના વહીવટમાંથી ખસી જવું જોઈએ.
સ્માર્ટ ક્લાસરૂમ અને લેપટોપ દ્વારા ઈ-લર્નિંગની વાતો થાય છે ત્યારે ખુદ પાટનગરની સરકારી સ્કૂલોમાં દિવા તળે અંધારૂં જેવી સ્થિતિ છે. જિલ્લાની ૬૮૦ સ્કૂલોમાં ગુણોત્સવ કરવામાં આવ્યો હતો અને તેના પરિણામ આપણી સામે છે.
પ્રાથમિક શિક્ષણમાં બાળકો કાચા રહે છે તેથી ઉચ્ચતર માધ્યમિકમાં પરિણામ સારું આવતું નથી. સરકાર જો સ્કૂલોને પ્રાઇવેટ ન કરે તો પણ આવી સ્કૂલોનું સરપ્રાઇઝ ચેકિંગ થવું જોઈએ કે જેથી શિક્ષકોને યોગ્ય નશ્યત થઈ શકે. સૌથી વધુ ગંભીર બાબત એવી છે કે આ ૩૨,૦૦૦ પૈકી ધોરણ-૮ના ૯,૦૦૦ બાળકોને અક્ષરજ્ઞાન મળ્યું જ નથી. ધોરણ-૬ના ૧૦,૦૦૦ બાળકો તેમજ ધોરણ-૭ના ૧૨,૦૦૦ બાળકોને વાંચતા આવડતું નથી.

Related posts

सीए फाईनल में अहमदाबाद के ६ विद्यार्थियों ने गौरव बढ़ाया

aapnugujarat

JEE-મેઇનમાં ગુજરાતથી ૧૨,૦૦૦ વિદ્યાર્થી નોંધાયા

aapnugujarat

મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1