Aapnu Gujarat
શિક્ષણ

અમદાવાદ શહેરનું ૭૨.૪૫, ગ્રામ્યનું ૭૦.૨૪ ટકા રિઝલ્ટ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૭૯.૬૩ ટકા રહ્યુ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં આ વખતે અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓની ટકાવારી ઉંચી રહી છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓની ટકાવારી ૭૨.૪૫ ટકા રહી છે. જ્યારે ગ્રામીણ વિસ્તારનું પરિણામ ૭૦.૨૪ ટકા રહ્યું છે.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૩૮૧૩ નોંધાઈ હતી જ્યારે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૩૫૯૨ રહી હતી. એવન ગ્રેટ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અમદાવાદ શહેરમાં ૩૨૧ અને એટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૮૮ રહી છે. જ્યારે ઇટુમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૪૧૭ રહી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૪૦૬૬૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૩૩૩ રહી છે. ગ્રામ્યમાં એવન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૪ જેટલી નોંધાઇ છે. આવી જ રીતે એટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૬૦ રહી છે. જિલ્લાવાર ટકાવારીની વાત કરવામાં આવે તો સુરજ જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ સૌથી વધારે છે. અમદાવાદ ગ્રામ્યમાં એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૪ નોંધાઈ છે. જ્યારે બીવન ગ્રેડ મેળવનાર ગ્રામ્ય વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૯૧ રહી છે. સીવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગ્રામ્યમાં ૮૯૧૪ રહી છે. અમદાવાદ શહેરમાં બીવનમાં ૫૯૨૨ રહી છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં આ વખતે પરિણામને લઇને ગણતરી કરવામાં આવી રહી હતી. શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ આ વખતે ગ્રામ્યના વિદ્યાર્થીઓ કરતા પરિણામની ટકાવારીના મામલામાં પણ આગળ રહ્યા છે અને એવન મેળવનાર પણ આગળ રહ્યા છે. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. બોર્ડનું પરિણામ આજે સવારે વિધિવતરીતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આજે જ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે. જે ગયા વર્ષ કરતા પણ ઓછુ રહ્યુ છે. ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧૦નુ પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ હતુ.

Related posts

૭ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

editor

મેડિસીનમાં અભ્યાસ વધારે ખર્ચાળ બનવાના સંકેત

aapnugujarat

मुख्यमंत्री रुपाणी ने 10% आरक्षण पर लगाई मुहर, सीटों पर की गई बढ़ौतरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1