Aapnu Gujarat
શિક્ષણ

૭ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

આગામી નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧ -૨૨નો પ્રારંભ ૭મી જુન થી થશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પ્રથમ મહિનો જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યન કાર્ય અને બ્રીજ કોર્સ ક્લાસ રેડીનેશન અંતર્ગત કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.આ માટે શિક્ષકોને આગામી તારીખ ૭ જૂનથી ૯ જૂન દરમિયાન બાયસેગના માધ્યમથી વિશેષ તાલીમ આપવામાં આવશે. જેનું પ્રસારણ ગુજરાતી ચેનલ ડીડી ગિરનાર, વંદે ગુજરાત ચેનલ, ગુજરાત વર્ચ્યુઅલ ક્લાસ, હોમ લરનિગ ,યુ ટ્યુબ અને વોટસએપ્ના માધ્યમથી કરવામાં આવશે.
આ બ્રીજ કોર્સ માં ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બ્રીજ કોર્સ ચલાવવામાં આવશે જેમાં ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે વિશે સમજ પુનરાવર્તન અને મહાવરો કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે આ અંગેનું ખાસ સાહિત્ય બનાવીને દરેક શાળાઓને વેકેશનમાં પહોંચતું કરી દેવામાં આવ્યું છે.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત જ શિક્ષકોને તારીખ ૭ ,૮ અને ૯ જૂન ત્રણ દિવસ બ્રીજ કોર્સ અંગેની જરૂરી તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બાયસેગના માધ્યમથી અપાનારી આ તાલીમ નું જીવંત પ્રસારણ ડીડી ગિરનાર વંદે ગુજરાત ગુજરાત ફોર્ચ્યુન ક્લાસ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે.
બ્રિજ કોર્સ મુખ્ય ઉદ્દેશ ધોરણ એક ના વિદ્યાર્થીઓ માટે વાલી મોટા ભાઈ કે બહેન કે શિક્ષકની મદદથી અધ્યન કાર્ય કરાવી શકાય તેનો છે ધોરણ ૧થી ૫ માટે લેખન કાર્ય કરાવાશે. ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે અલગથી નોટબુક બનાવવાની રહેશે. બુક ની ચકાસણી બાદ જ શિક્ષકો વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે.

Related posts

ધો. ૧૦ અને ધો. ૧૨ના સિલેબસમાં ૩૦% જેટલો ઘટાડો કરી શકે છે બોર્ડ

editor

ઇન્ડસ યુનિવર્સિટીનો ચોથો દિક્ષાંત સમારોહ યોજાયો

aapnugujarat

एम.जे. पुस्तकालय में पान-मसाला की जांच की जायेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1