Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોબાઈલ ટ્રેક કરી શકશો, 17 મેથી લાગુ થવા જઈ રહી છે નવી સિસ્ટમ

મોબાઈલ આજકાલ લોકોની જરૂરિયાત નહીં પણ જાણે જિંદગીનો અગત્યનો ભાગ બની ગયો છે. પહેલા ફક્ત ફોન કરવા સુધી સીમિત મોબાઈલ હવે રૂપિયાના ટ્રાન્ઝેક્શન સુધીના બધા જ કામ આંગળીના ટેરવે કરી આપે છે. મોબાઈલથી એક મિનિટ પણ દૂર રહેવું લોકો માટે મુશ્કેલ બની જાય છે એવામાં જ્યારે મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે તેના માલિકનો જીવ તાળવે ચોંટી જાય છે. મોબાઈલમાં અગત્યના પાસવર્ડ સહિત કેટલીય ડિટેલ્સ હોય છે જેનો મોબાઈલ ચોર દુરુપયોગ કરી શકે છે. પરંતુ હવે સરકાર એવી સિસ્ટમ લઈને આવી રહી છે જે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. આ સિસ્ટમ થકી તમે તમારા ચોરાયેલા કે ખોવાયેલા ફોનને બ્લોક અને ટ્રેક કરી શકો છો. કેંદ્ર સરકાર દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન જ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટની સંસ્થા સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (CDoT) દ્વારા કેટલાક ટેલિકોમ સર્કલમાં સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટિ રજિસ્ટર (CEIR) સિસ્ટમનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં આવરી લેવાયેલા ટેલિકોમ સર્કલમાં મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને નોર્થ-ઈસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ સિસ્ટમ આખા દેશમાં લાગુ કરવામાં આવશે, તેમ DoTના એક ઓફિસરે જણાવ્યું. “CEIR સિસ્ટમ 17 મેના રોજ આખા ભારતમાં લોન્ચ કરી દેવાશે”, તેમ ઓફિસરે ઉમેર્યું હતું.
CDoTના સીઈઓ અને પ્રોજેક્ટ બોર્ડના ચેરમેન રાજકુમાર ઉપાધ્યાયનો સંપર્ક કરતાં તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, “આ ક્વાર્ટરની અંદર આખા ભારતમાં આ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. જેની મદદથી લોકો પોતાના ખોવાયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે.”
આજકાલ મોબાઈલ ક્લોનિંગ થકી પણ સાયબર ફ્રોડ થતા હોય છે. એવામાં આ નવી સિસ્ટમ થકી મોબાઈલ ક્લોનિંગની પણ તપાસ કરી શકાશે. CDoT એવા ફીચર્સ ઉમેરશે જેની મદદથી કોઈપણ ટેલિકોમ નેટવર્ક ક્લોન થયેલા ફોનને પણ બ્લોક કરી શકશે. આ IMEI નંબરથી શક્ય બનશે. કેંદ્ર સરકારે કોઈપણ મોબાઈલ ડિવાઈસ ભારતમાં વેચતા પહેલા તેનો આઈએમઈઆઈ નંબર જાહેર કરવાનું ફરજિયાત કર્યું હતું. પરિણામે, મોબાઈલ નેટવર્ક પાસે અપ્રુવ થયેલા આઈએમઈઆઈ નંબરોની યાદી હશે અને તેઓ તેમના નેટવર્ક પર કોઈપણ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ ફોનની એન્ટ્રી વિશે માહિતી મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, IMEI એ દરેક મોબાઈલ ડિવાઈસનો 15 આંકડાનો યુનિક ન્યૂમરિક આઈડેન્ટીફાયર છે.
ટેલિકોમ ઓપરેટરો અને CEIR સિસ્ટમમાં મોબાઈલ ડિવાઈસનો આઈએમઈઆઈ નંબર અને તેની સાથે લિંક થયેલો મોબાઈલ નંબર દેખાશે. કેટલાક રાજ્યોમાં હાલ આ સિસ્ટમ થકી મળેલી માહિતીનો ઉપયોગ કરીને ખોવાયેલો કે ચોરાયેલો મોબાઈલ ટ્રેક કરવામાં આવે છે. CEIRનો મૂળ હેતુ એ જ છે કે, તમારો મોબાઈલ ચોરાઈ કે ખોવાઈ જાય તો તેની ફરિયાદ કરવી સરળ થઈ જાય અને તેને બ્લોક કરી શકાય. આ સિસ્ટમ લાગુ થતાં જ મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓ ઘટશે, પોલીસ સરળતાથી ચોરાયેલા કે ખોવાયેલા ફોનને ટ્રેક કરી શકશે, ક્લોન કરેલા મોબાઈલને ઓળખી પણ શકાશે.

એન્ડ્રોઈડ યૂઝર્સને થશે ફાયદો

એપલમાં ખોવાઈ ગયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવાની સિસ્ટમ છે. એપલ આઈડી દ્વારા મોબાઈલ ટ્રેક કરી શકાય છે. એવામાં કેંદ્ર સરકાર દ્વારા લાગુ થવા જઈ રહેલી આ નવી સિસ્ટમ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, તાજેતરમાં જ કર્ણાટક પોલીસે 2500થી વધુ ખોવાયેલા મોબાઈલ CEIR સિસ્ટમની મદદથી શોધી કાઢીને તેમના માલિકોને પરત કર્યા હતા.

Related posts

શાસક પક્ષના લોકો રાફેલના મુદ્દે ભયભીત : રાહુલ ગાંધી

aapnugujarat

उदयपुर में नरेंद्र मोदी ने सडक परियोजना का शुभारंभ किया

aapnugujarat

વિશ્વનાં શક્તિશાળી લોકોમાં મોદી ૯માં ક્રમાંકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1