Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે ? : કોંગ્રેસ અધ્યક્ષ ખડગે લેશે નિર્ણય

કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે, તે અંગેના નિર્ણય માટે બેંગ્લુરુમાં ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલા સુપરવાઈઝર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદે, જીતેન્દ્રસિંહ તથા દીપક બાબરિયા હાજર રહ્યા હતા. આ સિવય કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમાર તથા સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા હતા. ડી.કે.શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસે 135 બેઠક પર જીત મેળવીને પ્રચંડ બહુમત હાંસલ કરી છે.

કર્ણાટકમાં સીએમ પદ માટે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને પ્રબળ દાવેદાર છે. કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બેંગ્લુરુની શંગ્રી-લા હોટેલમાં મળી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, CLPની મિટિંગ બાદ હાઈકમાનને ફાઈલ સોંપવામાં આવશે. ત્યારબાદ હાઈકમાન CMનું નામ જાહેર કરશે. આ પ્રક્રીયામાં થોડી વાર લાગશે.

શાંગરીલા હોટેલમાં મળેલી ધારાસભ્ય દળની બેઠક બાદ CMના નામનું એલાન કરવામાં આવશે તેવી શક્યતા હતી, જો કે, મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નહીં. કોંગ્રેસ ધારાસભ્ય દળ દ્વારા રવિવારે સર્વનુમતે એક સંક્ષિપ્ત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જ કર્ણાટકના મુખ્યમંત્રી નક્કી કરે.

AICC અધ્યક્ષ જ નામ નક્કી કરશે
કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બાદ એક લાઈનના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ હતુ કે, કોંગ્રેસ ધારાસભ્ય દળ સર્વાનુમતે એ નક્કી કરે છે કે, AICC અધ્યક્ષ કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતાનું નામ નક્કી કરે. જો કે, આ વચ્ચે એવી ચર્ચા પણ ચાલી છે કે, સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર દિલ્હી પણ જઈ શકે છે. ધારાસભ્ય દળની બેઠક શરૂ થાય તે પહેલા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ નારેબાજી પણ કરી હતી.

સૂરજેવાલાએ પણ અલગથી બેઠક કરી

આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક શરૂ થાય તે પહેલા સિદ્ધારમૈયા, ડી કે શિવકુમાર અને રણદીપ સુરજેવાલાએ એક અલગથી બેઠક કરી હતી. સુરજેવાલાએ બેઠકમાં કહ્યુ હતુ કે, ખડગેએ સુપરપાઈઝરોને દરેક ધારાસભ્યનો અભિપ્રાય જાણવાનો નિર્દેશ કર્યો છે. ધારાસભ્યોનો અભિપ્રાય જાણ્યા બાદ ફાઈલ પાર્ટીના અધ્યક્ષને સોંપવામાં આવશે અને ત્યારબાદ અધ્યક્ષ નિર્ણય કરશે.

બે દાવેદારો વચ્ચે પોસ્ટર વોર
કર્ણાટકની ચૂંટણીના પરિણામ બાદ સિદ્ધામૈયાના ઘરની બહાર તેમના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા હતા. જેમાં સિદ્ધારામૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી દર્શાવાય છે. જ્યારે બીજી બાજુ ડી કે શિવકુમારની ઘરની બહાર પણ તેમના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે, જેમાં શિવકુમારને મુખ્યમંત્રી દર્શાવવામાં આવ્યા છે અને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ડી કે શિવકુમારનો 15 મેના રોજ જન્મદિવસ હતો, તેમનો જન્મ 15 મે 1962ના રોજ થયો હતો, તેઓ 61 વર્ષના થશે.

Related posts

ખેડુત નિધીના પ્રથમ હપ્તા માટે આધાર ફરજિયાત નહીં

aapnugujarat

આદિવાસી ક્યારેય હિન્દુ નહોતા અને ના તો છેઃ હેમંત સોરેન

editor

જમ્મુ કાશ્મીર : સેક્સટોર્શન હવે અપરાધની શ્રેણીમાં હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1