Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈમરાન ખાને પાકિસ્તાની સેનાની ટીકા કરતી વખતે જનતાને ભાંડી ગાળ, ચારેકોર થઈ રહી છે નિંદા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો પોતાના ગુસ્સા પર કાબૂ રહ્યો નથી. એક નિવેદન આપતા સમયે ઈમરાન ખાને પાકિસ્તાની સેનાને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું, જોકે જોતજોતામાં તેમણે ગુસ્સા પર કાબૂ ગુમાવ્યો અને જનતાને પણ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. ઈમરાન ખાને આ પ્રમાણેના અપશબ્દો કોઈ અનૌપચારિક વાતચીતમાં નથી આપ્યા, પરંતુ દેશને સંબોધન દરમિયાન આપ્યા છે. ઈમરાન ખાને પ્રશ્ન પૂછતા હોય એવી રીતે પાકિસ્તાનની જનતાને ગાળો ભાંડી હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન દ્વારા આ પ્રમાણેના અપશબ્દો સાંભળવામાં આવતા તેમની ઘણી નિંદા થઈ રહી છે. પાકિસ્તાનની જનતા પણ ઈમરાન ખાનથી નારાજ છે અને તેને સવાલ કરી રહી છે કે આવા નિવેદન પાછળનું કારણ શું છે. અત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે તમે જન્મ્યા નહોતા… સેના પર ઈમરાને સાધ્યું નિશાન
સેના પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું કે, ISPRના ડીજીએ મારી વિરુદ્ધ ઘણી વાતો કહી. હું તેમને જવાબ આપવા માંગુ છું. ISPRએ કહ્યું કે હું દંભી છું. એક તરફ હું કહું છું કે સેના મારી છે અને બીજી તરફ હું સેના વિશે ખરાબ બોલું છું. બીજું, તમે કહ્યું કે દુશ્મનોએ ક્યારેય સેનાને એટલું નુકસાન કર્યું નથી જેટલું મેં કર્યું છે. ઈમરાને વધુમાં કહ્યું કે ISPR સાહેબ, મારી વાત ધ્યાનથી સાંભળો. જ્યારે તમારો જન્મ પણ નહોતો થયો ત્યારે હું દુનિયામાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરતો હતો. દુનિયામાં મારા દેશનું નામ રોશન કર્યું છે.

ઈમરાને કહ્યું- માત્ર હું જ સેનાના પક્ષમાં હતો
તેમણે કહ્યું કે જ્યારે વોર ઓન ટેરર થઈ ત્યારે લશ્કર દંભી હતું, કારણ કે મુશર્રફનો માર્શલ લો હતો. તે સમયે દુનિયામાં પાકિસ્તાન ડબલ ગેમ રમવામાં માહેર હોય એવી છાપ પડી ગઈ હતી. જ્યારે ઓસામા બિન લાદેન, એબોટાબાદમાં એ ઘટના બની ત્યારે દેશની બહાર પાકિસ્તાનીઓનું શું થયું તેની કલ્પના પણ કરી શકાતી નથી.

પ્રજાને પ્રશ્નો પૂછી ગાળો ભાંડી
ઈમરાન ખાને ગુસ્સામાં કહ્યું કે તે સમયે અમને જે અપમાન મળ્યું, પછી તમારા માટે કોણ બોલ્યું. આર્મી ચીફ દ્વારા કોઈપણ પ્રકારનું નિવેદન અપાઈ રહ્યું નહોતું. તેઓ આપણને આપણા જ દેશમાં મારીને જતા રહ્યા અને આપણે આખા વિશ્વમાં અપમાન સહન કર્યું. ત્યારે મેં કહ્યું હતું કે, મેં દરેક જગ્યાએ સેનાનો બચાવ કર્યો છે. મારા સાડા ત્રણ વર્ષમાં જુઓ કે સેનાની ઈમેજ ઉપર હતી કે નીચે. લોકોને સેના ગમતી હતી. તો શું મારા કારણે સેના ખરાબ કહેવાય કે પેલા માણસને કારણે. શું લોકો ….(અપશબ્દો બોલે છે) શું લોકો પાસે બુદ્ધિ નથી? શું લોકો મૂર્ખ છે કે જ્યાં તમે કહેશો અને જેમ કહેશો એમ જ કરશે.

Related posts

Turkey bombed in Syria : 14 died

aapnugujarat

ફ્રાન્સમાં ટ્રેઈન્ડ કાગડા કચરો ઉઠાવશે

aapnugujarat

વિશ્વમાં 26% વસતી પાસે પીવાલાયક ચોખ્ખું પાણી જ નથી : UN REPORT

aapnugujarat

Leave a Comment

UA-96247877-1