Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : સેક્સટોર્શન હવે અપરાધની શ્રેણીમાં હશે

જમ્મુ કાશ્મીરમાં હવે સેક્સટોર્શનને અપરાધની શ્રેણીમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં આ જોગવાઇ કરનાર જમ્મુ કાશ્મીર પ્રથમ રાજ્ય બની ગયુ છે. જમ્મુ કાશ્મીરની રાજ્ય વહીવટીતંત્રની પરિષદે રાજ્યમાં રણબીર પીનલ કોડમાં એક સુધારો કર્યો છે. આ સુધારો કરીને જોગવાઇ અમલી કરવામાં આવી છે. હવે સિવિલ ઓફિસર અથવા તો ઉંચા હોદ્દા પર રહેલા લોકો દ્વારા તેમના નીચે રહેલી મહિલાઓની સાથે જાતિય શોષણને અલગ પ્રકારના અપરાધની શ્રેણીમાં રાખવામાં આવનાર છે. આની સાથે જ આ વ્યવસ્થા અમલી કરનાર જમ્મુ કાશ્મીર પ્રથ રાજ્ય બની ગયુ છે. આ પ્રકારના કાયદાને લાવનાર જમ્મુકાશ્મીરની પ્રશંસા થઇ રહી છે. પરિષદની બેઠક રાજ્યપાલ સતપાલ મલિકના નેતૃત્વમાં યોજાઇ હતી. જેમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન (સુધારા) બિલ ૨૦૧૮ અને જમ્મુ કાશ્મીર ક્રિમિનલ લો (સુધારા) બિલ ૨૦૧૮ પસાર કરવામાં આવ્યુ હતુ. આ બિલથી રણબીર પીનલ કોડમાં સુધારો કરવામાં આવનાર છે.
કલમ ૩૫૪ ઇ હેઠળ આને અપરાધ તરીકે સામેલ કરવામાં આવનાર છે. જેને સેક્સટોર્શન અને અત્યાચારને ગુના તરીકે ગણવામાં આવનાર છે. નવા કાનુનના કારણે ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારી તેમના નીચે કામ કરી રહેલી મહિલાઓની સાથે જાતિય શોષણને રોકવામાં મદદ મળશે. આને મોટા પગલા તરીકે ગણવામાં આવે છે.

Related posts

સબરીમાલામાં મોટી સંખ્યામાં મહિલાને પરત ફરવાની ફરજ

aapnugujarat

चुनाव अभी दूर लेकिन मुख्यमंत्री पद के सपनों का बाजार हो गया है गुलजार : सुशील मोदी

aapnugujarat

प. बंगाल में जेडीयू 75 सीटों पर चुनाव लड़ने को तैयार

editor

Leave a Comment

UA-96247877-1