Aapnu Gujarat
રમતગમત

પર્થ ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૨૬ રન બનાવી ઓલઆઉટ

પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે આ ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૬ રન ઓલઆઉટના જવાબમાં ભારતે આજે રમત બંધ રહી ત્યારે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા. ભારતીય ટીમ હજુ ૧૫૪ રન પાછળ છે અને તેની સાત વિકેટ હાથમાં છે. તે જોતા આ ટેસ્ટ મેચમાં પણ ભારતની આશા ઉજળી દેખાઈ રહી છે. આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન વિરાટ કોહલી ૮૨ રન સાથે રમતમાં હતો. તે વધુ એક સદી તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે રહાણે ૫૧ રન સાથે રમતમાં હતો. વિરાટ કોહલી નવ ચોગ્ગા સાથે ૮૨ રન કરી ચુક્યો છે. પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ બીજી ટેસ્ટ મેચમાં તે શાનદાર ફોર્મમાં રહ્યો હતો. જોકે આજે ભારતીય ટીમે તેના પ્રથમ દાવની કંગાળ શરૂઆત કરી હતી. મુરલી વિજય શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે રાહુલ પણ બે રન જ કરી શક્યો હતો. પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર પૂજારા ૨૪ રન કરીને આઉટ થયો હતો. પર્થ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ૩૨૬ રન ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. આજે મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનો વધારે સમય સુધી સંઘર્ષ કરી શક્યા ન હતા. ગઇકાલના સ્કોરમાં ઓછા રન ઉમેરી શક્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૭૭ રન બનાવ્યા હતા. આજે આ સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૨૬ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ગઇકાલે મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેરિશ અને ફિન્ચે જોરદાર શરૂઆત કરીને પ્રથમ વિકેટની ભાગીદારમાં ૧૧૨ રન ઉમેર્યા હતા. પર્થ ટેસ્ટમાં ઉમેશ યાદવ અને હનુમાન વિહારીને તક અપાઈ છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે. પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહી ચુક્યો છે કે ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે.જો કે ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી બચાવવી ખુબ જ મુશ્કેેલ છે.ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેન આજે ૩૮ રન કરીને આઉટ થયો હતો. જ્યારે કમિન્સ માત્ર ૧૯ રન કરી શક્યો હતો.

Related posts

प्रो कबड्डी : दबंग दिल्ली ने गुजरात को 34-30 से हराया

aapnugujarat

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદી

aapnugujarat

देश की संपत्ति हैं फिट नागरिक : सुरेंद्र पूनिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1