ચેપૉકમાં IPL 2023ની 61મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 14 મેના રોજ મેચ રમાઈ હતી. આ મેચ મેહમાન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે જીતી લીધી હતી. આ જીત સાથે નીતિશ રાણાની કેપ્ટનશીપ વાળી કોલકાતા પ્લેઓફની રેસમાં બનેલી છે. આ સાથે નીતિશ રાણાએ કેપ્ટનશિપ મેચ પણ રમી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. CSKમાંથી શિવમ દુબે સૌથી વધુ રન 48 બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે ડિવોન કોન્વેએ 30 રન બનાવ્યા હતા. આ સિવાય વાત કરીએ કોલકાતાના બોલરની તો, સુનીલ નરેને સૌથી સફળ બોલર રહ્યો હતો. નરેને 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે વરુણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી હતી. વૈભવ અરોડા અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી.