Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી 107 કિલો સોનું પકડાયું

સોનું ખરીદવા માટે ભારતીયોમાં હંમેશાથી આકર્ષણ રહ્યું છે અને તેના કારણે સોનાની દાણચોરી વધી છે. ભારતમાં સોના પર ભારે ટેક્સ હોવાના કારણે ઘણા લોકો વિદેશથી સસ્તું સોનું દેશમાં ઘુસાડવા પ્રયાસ કરે છે જેમાંથી અમુક જથ્થો એરપોર્ટ પર પકડાઈ જાય છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી ગયા નાણાકીય વર્ષમાં કુલ 107 કિલો સોનું પકડાયું છે. અગાઉના વર્ષની સાથે સરખામણી કરવામાં આવે તો આ વખતે 216 ટકા વધારે સોનાની દાણચોરી અમદાવાદ એરપોર્ટ પરથી પકડાઈ છે.
સોનાનો ભાવ (Gold Price) સતત વધતો જાય છે અને ભારતમાં ડ્યૂટીનું પ્રમાણ પણ વધુ હોવાથી ગોલ્ડ સ્મગલિંગ (Gold Smuggling)માં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. નાણા મંત્રાલયના ડેટા પ્રમાણે ફેબ્રુઆરી 2023 સુધીના એક વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી 107.47 કિલો ગેરકાયદે સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. તેનાથી અગાઉના વર્ષ 2021-22માં માત્ર 34 કિલો સોનું પકડાયું હતું.

સોના પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાં વધારો થયો ત્યારથી સ્મગલિંગના કેસ વધી ગયા છે. 1 જુલાઈ 2022થી ગોલ્ડ પર 12.5 ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી અને 2.5 ટકા એગ્રીકલ્ચર સેસ લાગુ થાય છે. આ ઉપરાંત સોનાની ખરીદી પર ત્રણ ટકાના દરે જીએસટી પણ લાગે છે. તેથી સોના પરનો કુલ ટેક્સ વધીને 18 ટકા થાય છે.

સોમવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60,400 રૂપિયા હતો. એટલે કે એક કિલો સોનાના સ્મલગિંગ પર દાણચોરો 18 ટકા ટેક્સ બચાવે તો દર કિલો દીઠ 10.8 લાખની બચત થાય છે. રસપ્રદ વાત એ છે કે ડ્યૂટી પેઈડ ઈમ્પોર્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે જિયોપોલિટિકલ અનિશ્ચિતતા, અસ્થિર આર્થિક સ્થિતિ અને અમેરિકા તથા યુરોપની બેન્કોના પતનના કારણે આખી દુનિયામાં સોનાના ભાવ વધી રહ્યા છે. ચાલુ સપ્તાહે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો ઘસાઈ રહ્યો હોવાથી ભારતમાં સોનાના ભાવ વધારે વધી રહ્યા છે.

ડ્યૂટી પેઈડ ગોલ્ડની ડિમાન્ડ ઘટી
ભારતમાં ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચે સોનાની સૌથી વધુ માંગ રહે છે. જોકે, આ વખતે ડ્યૂટી પેઈડ ગોલ્ડની ડિમાન્ડ ઓછામાં ઓછા 15 ટકા ઘટી છે અને 23.8 ટનના બદલે 20 ટન થઈ ગઈ છે એવું અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સનો ડેટા દર્શાવે છે. અમદાવાદ સ્થિત એક જ્વેલરે જણાવ્યું કે સોનાની બિનસત્તાવાર ખરીદીમાં વધારો થયો હોવાથી સોનું બે ટકા ડિસ્કાઉન્ટ પર મળે છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સ્મગલિંગમાં વધારો થવાના કારણે બધા માટે એક સરખી સ્થિતિ રહેતી નથી અને બજારમાં ઉથલપાથલ જોવા મળે છે.

Related posts

बोपल में पानी की टंकी गिरने से 2 की मौत, 5 लोग जख्‍मी

aapnugujarat

પાવીજેતપુર શહેરમાં રસ્તાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

editor

રથયાત્રા સુરક્ષાનું રિહર્સલ, તૈયારીઓ પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1