Aapnu Gujarat
ગુજરાત

રથયાત્રા સુરક્ષાનું રિહર્સલ, તૈયારીઓ પૂર્ણ

ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાને લઇ શહેર પોલીસે સમગ્ર શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. ખાસ કરીને રથયાત્રાના જમાલપુર જગન્નાથજી નિજમંદિરથી લઇ સરસપુર ખાતેના મોસાળ સુધીના ૧૮ કિલોમીટર લાંબા રૂટમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં તો, અભેદ્ય સુરક્ષા કવચ ઉભુ કરી દેવાયું છે ત્યારે આજે સવારે ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, પેરામિલિટ્રી ફોર્સ અને પોલીસકર્મીઓ સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું અને સુરક્ષાની સમગ્ર પરિસ્થિતિનો રૂબરૂ તાગ મેળવ્યો હતો. રથયાત્રાને લઇ સલામતી બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘે જણાવ્યું હતું કે, રથયાત્રાની સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. રથયાત્રાને લઈને સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે.ખાસ કરીને શાહપુર અને દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે પોલીસ કમિશનર એ.કે. સિંઘે ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે સમગ્ર રથયાત્રાના રૂટ પર સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. જગન્નાથ મંદિરેથી સરસપુર અને સરસપુરથી નિજ મંદિર સુધી સુરક્ષાને લઈ તમામ વ્યવસ્થાનો રૂબરૂ તાગ મેળવવામાં આવ્યો હતો. સંવેદનશીલ એવી તંબુ ચોકીએ પોલીસ કમિશનરે અધિકારીઓને સુરક્ષાને લઈ માર્ગદર્શન પણ આપ્યું હતું. આ વખતે ઇઝરાયેલી ટેક્નોલોજીની મદદ પણ રથયાત્રામાં લેવામાં આવી છે. હિલિયમ ડ્રોન બલૂનની મદદથી સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે. દિલ્લી ચકલા આર.સી ટેક્નિકલ સ્કૂલ પાસે આવતી કાલે હિલિયમ ડ્રોન બલૂનનો ડેમો કરવામાં આવશે. સાયબર ક્રાઈમ અધિકારીઓ અને સાયબર એક્સપર્ટ આ બલૂન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખશે. કાલુપુર ચોખા બજારથી લઇ દરિયાપુર વિસ્તારના જોર્ડન રોડ થઇ અને દિલ્લી ચકલા સુધી ડીસીપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આર એ એફ , બીએસએફ, એસઆરપી, મહિલા બીએસએફની કંપની તૈનાત કરવામાં આવી છે. દરિયાપુરમાં અને શાહપુર વિસ્તારમાં ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તેમાં રહેલી ખામીઓને દૂર કરવા જણાવ્યું હતું. રથયાત્રાને લઇ સમગ્ર શહેરમાં પોલીસને એલર્ટ અને સ્ટેન્ડ ટુ પર રખાઇ છે.

અમિત શાહ રથયાત્રાના મંગળા આરતીમાં જોડાશે
પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય શ્રી કલમમ ખાતે પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક અગત્યની પ્રદેશ બેઠક રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી સતિષજી, કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ હતી. પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખ-મહામંત્રીઓ અને પ્રભારીઓ તેમજ વિશેષરૂપે સાત મોરચાના પ્રદેશના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્ર મદોી એકવાર પુનઃ ગુજરાત પધારી રહ્યા ચે તે અંતર્ગત ૨૦મી જુલાઈના રોજ સવારે વલસાડ જિલ્લામાં પાણી પુરવઠા ખાતાની આશરે ૫૦૦ કરોડ રૂપિયાની યોજનાનું ખાતમુહુર્ત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધકામ થયેલ આવાસોનું લોકાર્પણ કરશે.
બપોરે જુનાગઢ ખાતે ૫૦૦ કરોડના ખર્ચ સાથે નવનિયુક્ત મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે અને સાંજે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ દિલ્હી જવાના રવાના થશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય ગુજરાત પ્રવાસ ગુજરાત ભાજપના કાર્યકરોમાં જોશ અને ઉત્સાહવર્ધક બની રહેશે તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે રાત્રે ગુજરાત આવશે.
ભગવાન જગન્નાથની જગન્નાથપુરી પછી અમદાવાદ ખાતે યોજાનારી રથયાત્રાએ સમગ્ર ભારતમાં બીજા નંબરની મોટી રથયાત્રા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વર્ષોથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીના મંદિરમાં મંગળા આરતી કરી પુજા-અર્ચના કરે છે અને આ વર્ષે પણ પુજા-અર્ચના કરી આશીર્વાદ મેળવશે. ત્યારબાદ ૧૪મી જુલાઈના રોજ યોજાનાર નેશનલ યુથ પાર્લામેન્ટમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

Related posts

મોદીની માતા હીરા બાએ પણ દેશના લોકોનો આભાર માન્યો

aapnugujarat

મહિલા દિને નીકળ્યો મહિલા મોરચો

editor

सीएम ने राधनपुर तहसील के पेदाशपुर गांव की मुलाकात ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1