Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧.૩૦ લાખ લોકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧.૩૭ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. ભારે વરસાદ. ખરાબ હવામાન અને છેલ્લે કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીની વરસીને ધ્યાનમાં લઇને સુરક્ષા કારણોસર અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૩ના મોત થયા છે. આ વખતે અન્ય વર્ષોન સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ભારે વરસાદ અને પ્રતિકુળ સંજોગો હાલમાં સર્જાયેલા છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. હિઝબુલના ત્રાસવાદી બુરહાન વાનીની વરસીના કારણે હાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ન જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાથે સાથે એક દિવસ માટે અમરનાથ યાત્રાને બંધ રાખવામાં આવી હતી. કારણ કે, કટ્ટરપંથીઓ દ્વારા બંધના એલાનની જાહેરાત કરાઈ હતી. બીજી બાજુ ભારે વરસાદ અને પુરની સ્થિતિના કારણે પણ અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ હતી. જો કે, હવે અમરનાથ યાત્રા ફરીથી આગળ વધી રહી છે.

Related posts

પોસ્ટ ઓફિસની સ્કીમમાં પૈસા રોકવા પર મળશે વધારે વળતર

aapnugujarat

મધ્યપ્રદેશમાં લવ-જેહાદ બિલને કેબિનેટની મંજૂરી

editor

મુફ્તી તમામ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યા : રામ માધવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1