Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૨૮૨ પોઈન્ટનો ઉછાળો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૧૦૦ અબજ ડોલરની સપાટી પાર કરી ગઈ

શેરબજારમાં આજે રેકોર્ડ તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ આજે રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. સેંસેક્સ ૨૮૨ પોઇન્ટ ઉછળીને ૩૬૫૪૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૨૯મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે હાંસલ કરવામાં આવેલી ૩૬૨૮૩ની સપાટીને આજે કુદાવી લીધી હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ ૩૬૬૯૯ની સપાટી હાસલ કરી લીધી હતી અને આ સપાટી ૨૯મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે હાંસલ કરવામાં આવેલી સપાટી કરતા વધારે રહી હતી. ઇન્ટ્રા ડે દરમિયાન આરઆઈએલ, વિપ્રો, એચડીએફસી અને એલ એન્ડ ટીમાં ઉછાળો રહ્યો હતો. તમામમાં ૧.૯ ટકાથી પાંચ ટકા વચ્ચેનો ઉછાળો રહ્યો હતો. વ્યક્તિગત શેરોમાં આરઆઈએલે આજે ઇન્ટ્રા ડે દરમિયાન ૧૦૦ અબજ ડોલરના આંકડાને હાસલ કરવામાં સફળતા મેળવી હતી. ઇન્ફોસીસના શેરમાં આજે બે ટકાનો ઘટાડો રહ્યો હતો. આવતીકાલે તેના પરિણામ પ્રથમ ત્રિમાસિકગાળાના જાહેર કરવામાં આવનાર છે તે પહેલા તેમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો સેક્ટરલની દ્રષ્ટિએ રહ્યો હતો. તેમાં એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બેંક ઓફ બરોડા અને એસબીઆઈના શેરમાં ક્રમશઃ ૨.૨ ટકા અને ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં એશિયન અને કોમોડિટી માર્કેટમાં રિકવરી રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરને લઇને ફેલાયેલી દહેશત હવે દૂર થઇ રહી છે. અગાઉ સેંસેક્સે ૨૪મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે ૩૬૪૪૪ની ઉંચી સપાટી હાંસલ કરી હતી. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલની અસર પણ રોકાણકારો ઉપર થશે. ટ્રેડવોરની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ શુક્રવારે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ફોસીસ દ્વારા શુક્રવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે.આઈટી સેક્ટર પર પણ તેની અસર થઇ શકે છે. વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા પણ તેમના પગલા લેવામાં આવનાર છે. મોનસુનની પ્રગતિને લઇને પણ દલાલ સ્ટ્રીટમાં અસર જોવા મળી છે. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૬ પોઇન્ટ ઉછળીને ૩૬૨૬૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી એક પોઇન્ટ ઉછળીને ૧૦૯૪૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ચીનના બજારમાં વેચવાલીનું મોજુ રહ્યું હતું. મધ્યપૂર્વમાં પ્રવર્તી રહેલી તંગદિલી અને તેલ ઉત્પાદન કરતા દેશોમાં ખલેલની અસર પણ દેખાઈ રહી છે. ભૌગોલિક તંગદિલીની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મેને મળનાર છે જેમાં ટ્રેડવોરના મુદ્દા ઉપર ચર્ચા થશે. જુદા જુદા પરિબળોના કારણે પ્રવાહી સ્થિતી દેખાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી પણ હવે વધીને ૧૦૦ અબજ ડોલરના આંકડાને પાર કરી ગઈ છે. આની સાથે જ આ સિદ્ધિ હાસલ કરનાર ટીસીએસ બાદ આરઆઈએલ બીજી કંપની બની ગઈ છે. તેના શેરની કિંમત આજે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન પાંચ ટકા સુધી ઉછળીને ૧૦૯૦ સુધી પહોંચી ગઈ હતી. સવારે ૧૧ વાગ્યાની આસપાસ આરઆઈએલની માર્કેટ મૂડી ૬.૮૮ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૧૦૦ અબજ ડોલરના આંકડા સુધી હતી. સેંસેક્સમાં ચાર ટકાનો ઉછાળો હતો ત્યારે આરઆઈએલમાં તેના કરતા ઉંચો ઉછાળો હતો. અગાઉ મુકેશ અંબાણીના નેતૃત્વમાં આરઆઈએલે ૨૦૦૭માં ૧૦૦ અબજ ડોલરની સપાટી કુદાવી હતી. આઈટીની મહાકાય કંપની હાલમાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ઉપર છે. તેની માર્કેટ મૂડી ૭.૫૩ ટ્રિલિયન રૂપિયા છે. જૂન ત્રિમાસિક ગાળના કમાણીના આંકડા જારી કરવામાં આવે તે પહેલા આરઆઈએલ દ્વારા તેની ૪૧મી વાર્ષિક સામાન્ય બેઠકમાં આક્રમક યોજના રજૂ કરવામાં આવી હતી. મુકેશ અંબાણી જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે. તેમને હોમ અને એન્ટરપ્રાઇઝ મટે ફિક્સ્ડ લાઈન હાઈસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસની શરૂઆત કરી હતી. પાંચમી જુલાઈના દિવસે જીઓ ગીગા ફાઈબરની બ્રાન્ડ હેઠળ આની જાહેરાત કરવામાં આવી હતી. આરઆઈએલ ફાઈબર કનેક્ટીવીટીમાં ૨.૫ લાખ કરોડનું રોકાણ કરશે.

Related posts

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : ૩૦નાં મોત, ૭૦થી વધુ ઘાયલ

aapnugujarat

Petroleum Dealers Federation had meeting with Young and Dynamic Minister Shri Jayeshbhai Radadia.

aapnugujarat

૨૦૧૮ : બિઝનેસ ક્ષેત્રે ઘટનાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1