Aapnu Gujarat
ગુજરાત

કચ્છમાં ૩.૨નો ભૂકંપનો આંચકો

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી ૧૦ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આજે ફરી કચ્છમાં ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્‌યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. હજી ગઈકાલે જ નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર ૫ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ આજે કચ્છના ભચાઉ ખાતે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ ની નોંધાઈ હતી. અને તેનુ કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૦ કિલોમીટર દુર નોંધાયુ હતું. જોકે આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
રાજ્યના કચ્છ અને અમરેલીમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન ગઈકાલે નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર ૫ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. પરંતુ ભુકંપના આ આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી

editor

जीरो वेस्ट सिटी प्लान का शहरों में अमल सिर्फ कागज पर रहा

aapnugujarat

કડીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરાયો

editor

Leave a Comment

UA-96247877-1