Aapnu Gujarat
રમતગમત

ધોનીના આઈપીએલની ૨૨૮ મેચ છતાં એક પણ સદી નથી

એમએસ ધોનીની ગણતરી વિશ્વના મહાન કેપ્ટન અને બેટ્‌સમેનોમાં થાય છે, જેઓ પોતાના દમ પર હજુ પણ મેચને પલટી નાખે છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આઈપીએલમાં લગભગ ૫૦૦૦ રન બનાવવા છતાં તે એક પણ સદી ફટકારી શક્યો નથી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો રોમાંચ ૩૧ માર્ચથી શરૂ થઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે ગત સિઝનમાં ટાઈટલ જીત્યું હતું, જ્યારે ધોનીએ ચેન્નાઈને ૪ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ધોનીના પણ આઈપીએલમાં લગભગ ૫ હજાર રન છે, પરંતુ તેના નામે એક પણ સદી નથી. આવો જાણીએ આવા ૫ મોટા બેટ્‌સમેન વિશે, જેઓ અત્યાર સુધી આઈપીએલમાં સદી ફટકારી શક્યા નથી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર્સમાં સામેલ છે. તેણે ૨૨૮ મેચ રમી છે, જ્યારે તેણે ૪૮૭૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૮૪ રન રહ્યો છે. તેના નામે ૨૪ અડધી સદી છે. હવે એવું માનવામાં આવે છે કે તે તેની છેલ્લી આઈપીએલ રમી રહ્યો છે, ચાહકો ઈચ્છશે કે તે ઓછામાં ઓછી એક સદી ફટકારે. આઈપીએલત્યારે શરૂ થઈત્યારે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી તેની કારકિર્દીના પતનના આરે હતો. જો કે, તેમ છતાં તેણે ૫ સીઝન રમી અને ૧૩૪૯ રન પણ બનાવ્યા. કેકેઆરના પ્રથમ કેપ્ટનના નામે ૭ અડધી સદી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૯૧ રન છે. તે નિવૃત્ત થઈ ગયો છે અને હાલમાં દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર છે. રોબિન ઉથપ્પા એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેમણે તેની આઈપીએલકારકિર્દીમાં ૨૦૦ થી વધુ મેચ રમી છે. તેણે ૨૦૧ મેચમાં ૪૯૫૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૨૭ અડધી સદી નોંધાવી હતી, પરંતુ તે સદી ફટકારી શક્યો નહોતો. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૮૮ રન છે. પોતાની કપ્તાનીમાં કોલકાતાને બે વખત ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરે દિલ્હી માટે છેલ્લી મેચ રમી હતી. તેણે ૧૫૪ મેચમાં ૪૨૧૮ રન બનાવતા ૩૬ અડધી સદી ફટકારી હતી, પરંતુ તે કરિશ્માના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૯૩ રન છે. વિકેટકીપર દિનેશ કાર્તિકે ૨૨૨ આઈપીએલમેચ રમી છે. તેના નામે ૪૨૬૨ રન છે, તો તેણે ૨૦ વખત ૫૦ રનનો સ્કોર પણ પાર કર્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૯૭ છે. મતલબ કે આરસીબીનો આ ફિનિશર પણ તેની પ્રથમ સદીની રાહ જોઈ રહ્યો છે.

Related posts

પી વી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોચી

editor

रोहित शर्मा चोटिल

aapnugujarat

ગૌતમ ગંભીર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1