Aapnu Gujarat
રાષ્ટ્રીય

હાઈપર લૂપ ટ્રેનનો સફળ ટેસ્ટઃ ૧પ મિનિટમાં દિલ્હીથી આગ્રા પહોંચી શકાશે

હાઈપર લૂપ ટ્રેનનો સફળ ટેસ્ટઃ ૧પ મિનિટમાં દિલ્હીથી આગ્રા પહોંચી શકાશેઆગામી થોડા જ સમયમાં લોકોને હાઈપર ટ્રેનમાં મુસાફરી કરવામાં વધુ સારી સુવિધા સાથે અને ઓછા સમયમાં નિયત સ્થળે પહોંચી શકાય તેવી સુવિધા મળતી થઈ જશે. જેમાં હાઈપર લૂપ ટેકનોલોજીની મદદથી લાંબા અંતરની મુસાફરી પણ ઓછા સમયમાં કરી શકાય તેવી સુવિધા મળી શકશે. આવી સુવિધા મળતી થઈ જતા ૧પ મિનિટમાં જ દિલ્હીથી આગ્રા પહોંચી શકાશે.અમેરિકાની કંપની ટેસ્લા અને સ્પેસ એકસે સાથે મળીને આ નવી ટેકનોલોજીને અપનાવી છે.આ સિસ્ટમમાં હાઈપર લૂપમાં એક સીલની ટયૂબની સિરીઝ આવે છે. જેના આધારે કોઈપણ ઘર્ષણ અને હવાની અડચણ વિના લોકોને એકથી બીજા સ્થળે યાત્રા કરાવી શકે છે. તેમાં ટ્રેન જેવી જ જગ્યા લોકોને મળે છે. જેને ર૦૧રમાં ટેસ્લાના સ્થાપક એલોન મસ્કે તેની કોન્સેપ્ટ રાખી હતી અને ત્યારથી અત્યાર સુધી તેનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેનનુ ટેસ્ટિંગ ર૯ જુલાઈઅ હાઈપર લૂપ વનના પ્રોટોટાઈપ પોડને પ૦૦ મીટર લાંબા ટેસ્ટ ટયૂબમાં છોડવામાં આવ્યું હતું. આ દરમિયાન હાઈપર લૂપ વને લગભગ ૩૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી હતી. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનું સૌથી ઝડપી હાઈપર લૂપ ટેસ્ટ છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં એસપીઓ પર ગોળીબારમાં જૈશનો હાથ

editor

અંબાણી પરિવારને મળી ધમકી : ‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

editor

वित्त मंत्री की कर कटौती की घोषणा के बाद एक घंटे में निवेशकों ने बनाए 5 लाख करोड़ रुपये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1