Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં એસપીઓ પર ગોળીબારમાં જૈશનો હાથ

જમ્મુ-કાશ્મીર સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) ફ્યાઝ અહેમદ ભટ્ટ (૫૦) અને તેમના પત્ની તથા દીકરી પર ગોળીબાર કર્યો હતો, જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલો કરાયો હોવાની પુષ્ટી થઈ છે. આઈજી (કાશ્મીર રેંજ) વિજય કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાની આતંકી સાથે એક સ્થાનિકની પણ ઓળખ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આરોપીઓને છોડાશે નહીં.
આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, પુલવામાના ત્રાલમાં સ્પેશિયલ પોલીસના પરિવારને મળીને તેમને સાંત્વના આપી છે. તેમણે કહ્યું, આતંકવાદીઓએ અમારા એસઓપી પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી. તેમના પત્ની અને દીકરીને બચાવવાની કોશિશ કરી પરંતુ આતંકીઓએ તેમના પર પણ ગોળીઓ ચલાવી. જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ બચાવી શકાયા નહીં.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફયાઝ અહેમદ ભટ્ટના ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી હતી. હુમલામાં એસપીઓ, તેમના પત્ની અને દીકરીનું મોત થઈ ગયું. તેમના વહુના ખોળામાં ૧૦ મહિનાનો દીકરો હતો અને તેઓ જીવ બચાવવા માટે આતંકીઓ પાસે ભીખ માગી રહ્યા હતા, પરંતુ આતંકીઓએ બાળકને લાત મારી દીધી હતી. બન્નેમાંથી એક આતંકી પાકિસ્તાની છે.
ફ્યાઝની ૨૧ વર્ષની દીકરીનું સોમવારે સારવાર દરમિયાન નિધન થઈ ગયું. આતંકીઓ અવંતિપોરા સ્થિતિ હરિપરિગામમાં સ્થિત અધિકારીના ઘરે હુમલો કર્યો હતો. એકે-૪૭ હાથમાં હતી અને આતંકીઓએ ભટ્ટનો દરવાજાે ખખડાવ્યો હતો, તેમના ચહેરા ઢંકાયેલા હતા. જેવો ભટ્ટે દરવાજાે ખોલ્યો, ગોળીઓ ચલાવવાનું શરુ કરી દીધું. પહેલા પોલીસકર્મી અને પછી તેમના પત્ની રઝા બાનો પર આતંકીઓએ ગોળીઓ ચલાવી દીધી. પોતાના બાળકોને બચાવવા માટે દીકરી દોડી છતાં આતંકીઓએ તેમના પર ગોળીઓ ચલાવી દીધી. આ દરમિયાન ભટ્ટની વહુ સાયમા પણ ઘરમાં હતી, જે પોતાના બાળકને ખોળામાં રાખીને ખવડાવી રહી હતી. આતંકીઓ તેમને અને તેમના બાળકને પણ લાત મારી હતી. જીવ બચાવવા માટે સાયબા સુરક્ષિત જગ્યા પર ભાગી હતી.

Related posts

देहरादून-नई दिल्ली नंदा देवी एक्सप्रेस का कोटा तक बढ़ाने का फैसला

aapnugujarat

33% quota for womens under Direct Recruitment In State Civil Services: Punjab govt

editor

રોડ એક્સીડેન્ટમાં ઘાયલોને મળશે ૧.૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1