Aapnu Gujarat
રમતગમત

ટી૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓક્ટો.થી ૧૪ નવેમ્બર દરમિયાન રમાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એ ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર વચ્ચે યૂએઈ અને ઓમાનમાં રમાશે. પરંતુ આ ટૂર્નામેન્ટના યજમાનીનો અધિકાર ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે રહેશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે તેની પુષ્ટિ કરી હતી કે ટી૨૦ વિશ્વકપનું આયોજન યૂએઈમાં થશે.
આઈસીસીએ આજે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. યૂએઈ અને ઓમાનના ચાર મેદાનો પર આ ટૂર્નામેન્ટની બધી મેચ રમાશે. જેમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનું શેખ ઝાયદ સ્ટેડિયમ, શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.
ટી૨૦ વિશ્વકપનું આયોજન ભારતમાં થવાનું હતું, પરંતુ કોરોના સંકટને જાેતા ટૂર્નામેન્ટ યૂએઈ શિફ્ટ કરવામાં આવી છે. ૨૦૧૬ બાદ આઈસીસી મેન્સ ટી૨૦ વિશ્વકપનું આયોજન થઈ રહ્યું છે. ૨૦૧૬માં ભારતમાં રમાયેલ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડને ફાઇનલમાં હરાવી વિન્ડિઝની ટીમ ચેમ્પિયન બની હતી. ૨૦૨૦માં આ ટૂર્નામેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું પરંતુ કોરોના સંકટને ધ્યાનમાં રાખતા વિશ્વકપ સ્થગિત કરવામાં આવ્યો હતો. આઈસીસીના સીઈઓ જ્યોફ અલાર્ડાઇસે કહ્યુ- અમારી પ્રાથમિકતા છે કે અમે આઈસીસી મેન્સ ટી૨૦ વિશ્વકપનું સેફ્ટીથી આયોજન કરાવીએ.
તેમણે આગળ કહ્યું કે, અમે બીસીસીઆઈ, અમીરાત ક્રિકેટ બોર્ડ અને ઓમાન ક્રિકેટ સાથે સતત સંપર્કમાં રહીશું, જેથી ફેન્સ ક્રિકેટના આ જશ્નનો આનંદ માણી શકે. વિશ્વકપનો ક્વોલિફાઇંગ રાઉન્ડ ઓમાનમાં રમાશે, જ્યારે મુખ્ય ટૂર્નામેન્ટના મુકાબલાનું આયોજન યૂએઈમાં થશે.

Related posts

વિરાટ કોહલી વન-ડે રેન્કિંગમાં નંબર વન બન્યો

aapnugujarat

એન્ડરસનને હરાવી નડાલે યુએસ ઓપન તાજ જીત્યો

aapnugujarat

टी20 क्रिकेट में 27वीं बार जीरो पर आउट हुए अफरीदी

editor

Leave a Comment

UA-96247877-1