Aapnu Gujarat
રમતગમત

વિરાટ કોહલી વન-ડે રેન્કિંગમાં નંબર વન બન્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી વનડે રેન્કિંગમાં હાલના શાનદાર દેખાવના કારણે પ્રથમ ક્રમાંક ઉપર પહોંચી ગયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ પોતાની કેરિયરમાં પ્રથમ વખત પ્રથમ ક્રમાંકે પહોંચ્યો છે. આઈસીસીએ આજે ચેમ્પિયન્સ ટ્રોફઈ ૨૦૧૭ની લીગ મેચો પૂર્ણ થયા બાદ રેન્કિંગ જારી કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતમાં ટોપ ઉપર રહેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડિવિલિયર્સથી કોહલી ૨૨ અને ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરથી ૧૯ પોઇન્ટ પાછળ હતો. જો કે, પાકિસ્તાનની સામે અણનમ ૮૧ અને દક્ષિણ આફ્રિકા સામે અણનમ ૭૮ રનની મદદથી તે બંને કરતા આગળ નિકળી ગયો છે. કોહલી હાલના સમયે વોર્નર કરતા એક પોઇન્ટ આગળ છે. વોર્નર જાન્યુઆરીમાં માત્ર ચાર દિવસ ટોપ ઉપર રહ્યો હતો. બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલ મેચમાં કોહલી આ અંતરને વધારવા માટે પ્રયાસ કરે તેવી શક્યતા છે. શિખર ધવન પણ આઈસીસી ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવના કારણે ટોપ ટેનમાં આવી ગયો છે. તે હવે ૧૦માં સ્થાન ઉપર છે. આ ટુર્નામેન્ટ તે પાકિસ્તાન સામે ૬૮, શ્રીલંકા સામે ૧૨૫ અને આફ્રિકા સામે ૭૮ રનની સિરિઝ રમી હતી. શિખર ધવનના શાનદાર ફોર્મથી ભારતીય ટીમ પણ આગેકૂચ કરી ગઈ છે. ગુરુવારના દિવસે ભારત બીજી સેમિફાઇનલમાં એજબેસ્ટનમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. રેન્કિંગ જારી કરવામાં આવ્યા બાદ ટોપ ૧૦ બેટ્‌સમેનોની યાદીમાં રુટ ચોથા સ્થાને, વિલિયમસન પાંચમાં, ડીકોક છઠ્ઠા, ડુપ્લેસિસ સાતમાં, બાબર આઝમ આઠમાં સ્થાને છે. બોલરોમાં ઇમરાન તાહિર બીજા સ્થાને છે. જ્યારે સ્ટાર્ક ત્રીજા અને રબાડા ચોથા સ્થાને છે. બોલરોની યાદીમાં ટોપ ટેનમાં ભારત તરફથી કોઇ બોલર સ્થાન મેળવી શક્યું નથી. આફ્રિકાના બેટ્‌સમેનો ટોપટેનમાં વધારે રહ્યા છે પરંતુ મોટી ટુર્નામેન્ટોમાં આફ્રિકા સ્ટાર ખેલાડીઓ હંમેશા ફ્લોપ રહ્યા છે જેમાં ડિવિલિયર્સ, ડીકોક અને ડુપ્લેસિસનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ મોટી સ્પર્ધામાં હમેશા સારો દેખાવ કરી શક્યા નથી પરંતુ દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરીને જુદી જુદી ટીમના બોલરોને હંમેશા મુશ્કેલીમાં મુકતા રહ્યા છે. માર્ટિન ગુપ્ટિલ ૭૪૯ પોઇન્ટ સાથે ૯માં સ્થાને છે.

Related posts

મિતાલી રાજે ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

editor

ભારત સામેની પ્રથમ બે વનડે મેચ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમનું એલાન

aapnugujarat

कब रिटायरमेंट लेंगे, यह धोनी ही तय करेंगे : सचिन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1