Aapnu Gujarat
ગુજરાત

મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવાની સાથે મહિલાઓને સામાજિક ક્ષેત્રે નેતૃત્વ કરી આગળ ધપવાની હિમાયત કરતાં નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  વનીતાબેન વસાવા

રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે આજે ચોથા દિવસે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે મહિલા નેતૃત્વ દિવસની જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, ગુજરાત બાળ સુરક્ષા આયોગના ડીરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી,  જિલ્લા આંકડા અધિકારીશ્રી આર.આર. ભાભોર વગેરેની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાએ તેમના સંબોધનમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો અને સામાજિક ક્ષેત્રે નેતૃત્વ કરી આગળ વધવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત બાળ સુરક્ષા આયોગના ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવીએ દેશ અને ગુજરાતમાં મહિલાઓએ નેતૃત્વ કરી નામના પ્રાપ્ત કરી છે. તેવા ઉદાહરણો સાથે છેવાડાની મહિલા સુધી  વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે જાગૃત થઇ અન્ય મહિલાઓના માર્ગદર્શક બનીએ તેવું નેતૃત્વ લેવા હિમાયત કરી હતી. મહિલા હેલ્પ લાઇન ૧૮૧ ના કાઉન્સીલ રિંકલબેન પટેલે મહિલાઓ માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ પ્રસંગે આઇસીડીએસ, સર્વ શિક્ષા અભિયાન, આરોગ્ય, સખીમંડળ, સ્વસહાયજૂથો વગેરેની બહેનોએ પોતાના અનુભવો વર્ણવીને મંતવ્યો રજૂ કર્યા હતા.

 આ પ્રસંગે સખીમંડળની બહેનો, આઇસીડીએસ વિભાગની બહેનો, આંગણવાડીની બહેનો, આરોગ્ય વિભાગની બહેનો, નરેગાની બહેનો, નગરની મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા આંકડા અધિકારીશ્રી આર.આર. ભાભોરે શાબ્દિક સ્વાગત સાથે આજના મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અંગે માર્ગદર્શન આપી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે લાઇવલી હુડ પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી ભાવનાબેન બારીયાએ આભારદર્શન કર્યું હતું.

Related posts

મિશેલનું પ્રત્યાર્પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ : જીતુ વાઘાણી

aapnugujarat

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં નર્સેનો આપઘાત

editor

પીએસઆઇ આપઘાત કેસમાં પત્નીના ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગંભીર આરોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1