Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગરમાં એક શખ્સને પોલીસે વિદેશી દારૂની 210 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-98, ઇંગ્લીશ દારૂના ચપલા નંગ-70 તથા બિયર ટીન નંગ-40 તથા મોબાઇલ ફોન નંગ-1 એમ મળી કુલ રૂ. 55,200ના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો હતો.
..સુરેન્દ્રનગર સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.- યુ.એલ.વાઘેલા, ધનરાજસિંહ વાઘેલા તથા મુકેશભાઇ ઉતેળીયા તથા પ્રવિણભાઇ કોલા તથા કિશનભાઇ ભરવાડ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન કિશનભાઇ ભરવાડને પાક્કી બાતમી મળી હતી. એના આધારે સુરેન્દ્રનગર પોપટપરા શાળા નં-15 પાસે પ્રોહીબિશન અંગે રેઇડ કરી આરોપી મુકેશભાઇ નરેન્દ્રભાઇ નરીયાધારા ( જાતે. ગોલારાણા ) ઉ.વ-39, ધંધો-મજૂરી રહે.સુ.નગર પોપટપરા શાળા નં-15 પાસે જયંતીલાલ નરીયાધારાના મકાનમાં ( મુળ રહે.સુ.નગર, કલેરટર કચેરી પાછળ, કૃષ્ણનગર મકાન નં-775 વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી.પોલીસે ઘટના સ્થળેથી રોયલ સ્ટેગ પ્રીમીયમ વ્હીસ્કી કંપનીની 750 એમ.એલ.ની સીલબંધ બોટલ નંગ-98, કિ. 39,200 તથા, ભારતીય બનાવટની વિદેશી દારૂ રોયલ ક્લાસીક વ્હીસ્કી કંપનીની 180 એમ.એલના સીલબંધ ચપલા નંગ-70 કી.રૂ.7,000/- તથા કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયર કંપનીના 500 એમએલના બીયરના સીલબંધ ટીન નંગ-40 કી.રૂ.4000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ રૂ 5000/- એમ મળી કુલ રૂ.55,200ના મુદામાલ પોતાના કબ્જામા રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તથા આરોપી નં-2, વિશ્વરાજસિંહ ઉર્ફે વીસુ સુરપાલસિંહ દરબાર રહે.સુ.નગર કુષ્ણનગર વાળાએ સદરહુ પકડાયેલ દારૂનો જથ્થો પુરો પાડી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુનો કરેલ હોય તેઓના વિરૂધ્ધ સુ.નગર સીટી એ ડીવી પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.

Related posts

સોમનાથ મંદિર પર ટ્રસ્ટ દ્વારા ધ્વજા ચઢાવાઈ

aapnugujarat

विरोध प्रदर्शनों के दौरान हिंसा से लोकतंत्र कमजोर होता है : राष्ट्रपति

aapnugujarat

ઠીકરીયાના ખારા વિસ્તારનાં તળાવમાં ડૂબી જવાથી પિતા અને બે પુત્રોના મોત નિપજ્યા

editor

Leave a Comment

UA-96247877-1