Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચાલતી ગાડીમાંથી ગાયો ફેંકતા ગૌતસ્કરો : ગૌરક્ષકો પર ફાયરિંગ

સવાર સવારમાં જો તમે માર્ગ પર ફરવા નીકળો અને તમારી પાસેથી પુરપાટ ઝડપે ટાયર વિનાની અંગારા ફેકતી ગાડી નીકળે તો કદાચ તમારો પણ જીવ અધ્ધર થઈ જાય. એ જ પ્રકારની એક ઘટના દિલ્હી નજીક સાયબર સિટી ગુરુગ્રામથી સામે આવી છે. જ્યાં ગૌતસ્કરો ગાયોથી ભરેલી એક ગાડી લઈ જઈ રહ્યા હતા, જેના પર શંકા જતાં ગૌરક્ષકો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ ગૌતસ્કરોને ભનક લાગતાં તેઓએ પોતાનો આતંક મચાવ્યો હતો.

સમગ્ર ઘટના દિલ્હીની છે, દિલ્હી બોર્ડર પરથી અચાનક જ્યારે એક ગાડી ગુરુગ્રામમાં ઘૂસી તો તાત્કાલિક જ ગૌરક્ષકોએ પોતાની ગાડીઓ તેની પાછળ લગાવી દીધી હતી. આ દરમ્યાન ગૌરક્ષકોએ ગાડીનું એક ટાયર પંચર કરી દીધું હતું. પરંતુ, કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વિના ગૌતસ્કર ટાયર વિના જ પોતાની ગાડીને પૂરઝડપે દોડાવવા લાગ્યા હતા અને ચાલતી ગાડીમાંથી જ જીવતી ગાયોને માર્ગ પર ફેંકવાની શરૂઆત કરી દીધી હતું. એટલું જ નહીં આ ગૌતસ્કરો દ્વારા ગૌરક્ષકો પર સતત ફાયરિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. જાણે કોઈ ફિલ્મનો સીન ચાલતો હોય, તેમ લગભગ 22 કિલોમીટર સુધી આ રીતે ગૌતસ્કર ભાગતા રહ્યા અને અંગારા ઉડાવતી પોતાની ગાડીને પણ આ જ રીતે માર્ગ પર દોડાવતા રહ્યા હતા.

અંદાજિત 22 કિલોમીટર પીછો કર્યા બાદ ભારી મહેનતે ગૌરક્ષકોએ 5 ગૌતસ્કરોને સોહના રોડ પર ધામડોજ ટોલ પ્લાઝા પાસે ઝડપી લીધા હતા, જ્યારે બે તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ તસ્કરોને જ્યારે ઝડપ્યા ત્યારે તેમની ગાડીમાંથી ગૌરક્ષકોને ગેરકાયદેસર બંદૂક તથા ગોળીઓ પણ મળી આવી હતી. સમગ્ર ઘટનામાં જ્યારે ગૌરક્ષકો આ ગાડીનો પીછો કરી રહ્યા હતા, ત્યારે આ નરાધામો જીવતી ગાયોને ગાડીમાંથી ફેંકી રહ્યા હતા, અને જ્યારે ઝડપાઇ ગયા ત્યારે આ ગૌતસ્કરો જાણે કોઈ સામાન્ય અપરાધ કર્યો હોય, તેમ હાથ જોડતા નજરે પડ્યા હતા.

ગૌરક્ષકો દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી ગુરુગ્રામ પોલીસને આપવામાં આવી તો ભોંડસી પોલીસ સ્ટેશનથી એક ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને ગેરકાયદેસર બંદૂક અને 5 ગૌ તસ્કરોની ધરપકડ કરી લીધી હતી. આ પ્રથમ વખતની ઘટના નથી કે જ્યારે ગુરુગ્રામમાં ગૌતસ્કરોએ આ પ્રકારનો આતંક મચાવ્યો હોય. આ પહેલા પણ ઘણી વખત ગૌતસ્કરો દ્વારા ગૌરક્ષકો પણ હુમલો કરવામાં આવ્યો છે અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યા છે.

હરિયાણા સરકાર દ્વારા ગૌતસ્કરી વિરુદ્ધ સખત કાયદો બનાવવામાં આવ્યો છે. ગૌસેવા આયોગ પણ બનાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં આ પ્રકારના ગુનાઓ વધતા જ જઈ રહ્યા છે. મળતી મુજબ ઇજાગ્રસ્ત ગાયોને સારવાર અર્થે ખેસેડવામાં આવી છે, ઉપરાંત પોલીસ વિભાગે 5 ગૌતસ્કરોને ઝડપી અન્ય 2 તસ્કરો વિશે માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

લોકોને મફત વેક્સિન અને મેડિકલ પ્રોડક્ટ પરથી જીએસટી હટાવો : મમતા

editor

NRC और CAA के विरोध प्रदर्शन को लेकर शरद पवार का समर्थन

aapnugujarat

૩ વર્ષમાં ૧૨ પોલીસ કર્મચારી આતંકવાદી બન્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1