Aapnu Gujarat
ગુજરાત

‘સ્કીલ + વિલ + ઝીલ = વિન’ન આ સૂત્રને સૌએ ચરિતાર્થ કરવું જોઈએ – મંત્રી બ્રિજેશ મેરજા

અમદાવાદ ખાતે ઝાંસી ઓટીટી અને સૃષ્ટિ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘શક્તિ કોન્કલેવ – 2022’માં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે, સ્ત્રી શક્તિ એ કુદરતનું વરદાન અને નિર્મિત મહાન શક્તિ છે, ત્યારે ‘ઝાંસી’ ઓટીટીએ મહિલાઓને મંચ આપી તેઓની સાફલ્યગાથા અન્ય લોકો સુધી પહોંચાડી રહી છે તે ખરેખર પ્રેરણાદાયી અને સરાહનીય છે.
‘શક્તિ કોન્કલેવ – 2022’ થકી સમાજની મહિલાોને મંચ પૂરુ પાડવાના નવતર પ્રયાસ બદલ ઝાંસી ઓટીટીની સમગ્ર ટીમને બ્રિજેશ મેરજાએ શુભેચ્છા પણ પાઠવી હતી.

આ અવસરે મંત્રી બ્રિજેશ મેરજાએ ‘શક્તિ કોન્કલેવ 2022’માં યોજાયેલી ડિબેટમાં ભાગ લઈને વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો હતો.

મંત્રીએ કૌશલ્ય પર વાતચીત કરતા કહ્યું કે, સમાજનાં સૌએ પોતાનું કૌશલ્ય બહાર લાવી આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ.

આજની મહિલાઓએ સમોવડી બનવાને બદલે સર્વોપરિતા હાસિલ કરવાનો અપનાવવો જોઈએ એમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું. મંત્રી એ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈમોદીએ આપેલા સૂત્ર ‘સ્કીલ + વિલ + ઝીલ = વિન’ને સૌએ ચરિતાર્થ કરવાનો છે એવો અનુરોધ પણ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ‘શક્તિ કોન્કલેવ – 2022’ અંતર્ગત એવી મહિલાોને મંચ પૂરુ પાડવાનો નવતર પ્રયાસ હાથ ઘરવામાં આવ્યો છે. જેમાં સમાજની પીડિતાઓ તેમજ આત્મનિર્ભર બનેલી મહિલાઓને એક મંચ પર લાવી સીધા જ રાજ્ય સરકારને પ્રશ્નો પૂછવાનો અધિકાર પ્રાપ્ત કરાવે છે.

આ શક્તિ કોન્કલેવ – 2022માં એસિડ એટેકનો ભોગ બનનાર કાજલ પ્રજાપતિ, સ્કાય ડ્રાઇવર શ્વેતા પરમાર, દિકરીઓના ભણતર માટે કરોડો રૂપિયા દાન કરનાર નિશિતા રાજપૂત, પેટલાદમાં ગ્રામસેવક તરીકેની નોકરી પ્રાપ્ત કરનાર કિન્નર દિવ્ય કુંવર, પીંક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા જસુબેન રબારી ભાગ લીધો હતો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

Related posts

પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીની હરાજીનો પ્રારંભ

editor

શ્રીવરતન્તુ મહાવિદ્યાલયનું અનોખુ અભિયાન : રોજ બે કલાકની તાલીમથી ૧૧ દિવસમાં સંસ્કૃત બોલો

aapnugujarat

ખસા ગામમાં પાણીની સમસ્યા

editor

Leave a Comment

UA-96247877-1