Aapnu Gujarat
ગુજરાત

શ્રીવરતન્તુ મહાવિદ્યાલયનું અનોખુ અભિયાન : રોજ બે કલાકની તાલીમથી ૧૧ દિવસમાં સંસ્કૃત બોલો

પ્રતિદિન બે કલાક પ્રશિક્ષણ મેળવી કોઇપણ વ્યકિત માત્ર ૧૧ દિવસમાં સંસ્કૃત બોલતા શીખી શકે છે. શ્રી ભાગવત વિદ્યાપીઠના આદ્ય પ્રતિષ્ઠાપક વિશ્વવંદનીય શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીની જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે શ્રીવરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા સૌકોઇ માટે સંસ્કૃત(ચોમેર સંસ્કૃત)ના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઇપણ વ્યકિત માત્ર ૧૧ દિવસમાં નિષ્ણાત તજજ્ઞો મારફતે અતિ સરળ પધ્ધતિથી સંસ્કૃત બોલતા શીખી શકશે. આ સિવાય કર્મકાંડ જ્ઞાન ગોષ્ઠિ અને જન્મપત્રિકા પરામર્શ અને માર્ગદર્શનના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા સૌકોઇને વિનામૂલ્યે સંસ્કૃત સંભાષણનું જે અનોખુ અભિયા છેડાયું છે તેનો સૌકોઇને લાભ લેવા શ્રીવરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ ડો.હિતેન્દ્ર જી.વ્યાસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રીવરતન્તુ મહાવિદ્યાલયમાં ધોરણ-૯થી એમ.એ સુધીનો સંસ્કૃતમાં અભ્યાસ કરી માન્ય ડિગ્રી મેળવી શકાય છે. નોંધનીય વાત એ છે કે, મહાવિદ્યાલય તરફથી વિનામૂલ્યે એકપણ રૂપિયો લીધા વિના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહી, વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ અને ભોજનની સુવિધા પણ મફત પૂરી પડાય છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક ડિગ્રીની સાથે સાથે સંસ્કૃત પુરાણ, વ્યાકરણ, સાહિત્ય, વેદ, ધર્મશાસ્ત્રના અભ્યાસમાં પારંગત બની ટેમ્પલ મેનેજમેન્ટ, યોગ, વાસ્તુશાસ્ત્ર, જયોતિષવિદ્યા, કર્મકાંડ જેવા વિષયોમાં પણ નિપુણતાં હાંસલ કરી શકે છે. નાત-જાતના ભેદભાવ વિના તમામ વર્ગના વિદ્યાર્થીઓને મહાવિદ્યાલયમાં નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. પુસ્તકો અને નોટબુકો પણ તેઓને મફત અપાય છે. તેમણે ઉમેર્યું કે, મહાવિદ્યાલયનો ઉદ્દેશ માત્ર સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસારનો છે. આજે સમગ્ર વિશ્વમાં જયારે સંસ્કૃત ભાષાની વૈશ્વિકતા અને કોમ્પ્યુટર ક્ષેત્રમાં સંસ્કૃતના સિધ્ધાંતોની ઉપયોગિતા સિધ્ધ થઇ ગઇ છે ત્યારે લોકોએ સંસ્કૃત શીખવા અને વ્યવહારૂ જીવનમાં તેના ઉપયોગ માટે આગળ આવવું જોઇએ. મહાવિદ્યાલય દ્વારા નિઃશુલ્ક સંસ્કૃતની તાલીમ અને શિક્ષણ આપવામાં આવે છે. શ્રીકૃષ્ણશંકરશાસ્ત્રીજીની જન્મશતાબ્દીની ઉજવણી નિમિતે તા.૨૦થી તા.૩૦મી જૂન દરમ્યાન સવારે ૯થી ૧૧ એમ રોજ બે કલાક અનુભવી તજજ્ઞો દ્વારા અતિ સરળ પધ્ધતિથી સંસ્કૃત સંભાષણની તાલીમ અપાશે. જેમાં માત્ર ૧૧ દિવસમાં કોઇપણ વ્યકિતને સંસ્કૃત બોલતા શીખવાડવામાં આવશે. એ જ પ્રકારે તા.૨૦થી ૨૩ જૂન દરમ્યાન સવારે ૯થી ૧૧ દરમ્યાન કર્મકાંડ જ્ઞાનગોષ્ઠિનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ પૂજા યજ્ઞવિધિઓ પાછળના ધાર્મિક-વૈજ્ઞાનિક રહસ્યો-પ્રયોજનો અને પ્રમાણો અંગેની જાણકારી અને તાલીમ અપાશે. જયારે તા.૨૦થી ૨૩ જૂન દરમ્યાન સવારે ૯થી ૧૧ દરમ્યાન જન્મપત્રિકા પરામર્શન અને માર્ગદર્શનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેનાર તમામ લોકોને જન્મકુંડળીના ૧૨ સ્થાનોમાં રહેલ ગ્રહો, અવરોધોના નિવારણ માટેના ઉપાય અને માર્ગદર્શન સહિત જયોતિષવિદ્યાની તાલીમ અપાશે.

Related posts

દિયોદરના પાલડી ગામમાં મહિલાએ આપઘાત કર્યો

aapnugujarat

मणिनगर में बनाये गैरकानूनी निर्माणकार्य को हटाया गया

aapnugujarat

માંગરોળ : રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત થયેલા ઉષાબેનના હસ્તે મહિલા સ્વ સહાય બચત જૂથોનું સન્માન કરવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1