Aapnu Gujarat
ગુજરાત

ઉંચા ભાવ ના ટેડર પાસ કરવા છતાં રેતી ના બહાને અમરેલી ને બાન માં લેતા બાબુ ઓ ભ્રષ્ટાચાર ની બુ આવી રહ્યા હોવાનું જણાવતા નેતા વિપક્ષ સમીર કુરેશી

અમરેલી નગ૨પાલિકા દ્વારા વર્કઓર્ડર આપી શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ખાત મર્હુત કરી રસ્તાના કામો ચાલુ કરવામાં આવ્યા. પરંતુ હાલમાં રેતી ના કા૨ણે આ તમામ રસ્તાના કામો ઉભા રખાવી દેવામાં આવ્યા છે. જેના કા૨ણોસ૨ શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. કારણકે કોન્ટ્રાકટરના કહેવા મુજબ રેતી ન મળતી હોવાના કારણે આ કામો હાલ પુરતા ઉભા રાખી દેવામાં આવ્યા છે. જયારે અંદાજીત ૯% અપ ભાવો મંજુર કરી આ કામો આપવામાં આવ્યા છે. આમ છતા હાલ રેતીના અભાવે આ કામો કહેવા કારણોસર ઉભા રાખી દેવામાં આવ્યા છે. ઉપરાંત ૯% અપ ભાવો મંજુર કરવા આવે. છતાં માત્ર ગેરરીતી આચ૨વાના ઇરાદે રેતી બાનુ બનાવીને કામ ઉભા રાખી દેવામાં આવ્યા છે. જયારે રેતી ન હોય તો કોન્ટ્રાકટ૨ને આજુબાજુના વિસ્તારમાં લીઝ ચાલુ હોય તેવી જયાએ રેતી મેળવીને કામ પુરૂ કરવાનું હોય છે. જયારે ૩૦ દિવસ ઉપ૨ાંતથી જે તે વિસ્તારના શહેરીજનોને રસ્તાનું કામ પુર્ણ ન થવાથી હાલાકી ભોગવવાનો વારો આવી રહેલ છે. તો આવા કોન્ટ્રાકટરોને કોની મીઠ્ઠી નજરની નીચે છાવરવામાં આવી રહયા છે. આ કામ કોના કહેવાથી ઉભા રખાવી દેવામાં આવ્યા છે ? તેઓ પણ પ્રશ્ન ઉભો થયો છે. વ્હેલીતકે આ રોડના ઉભા રાખેલા કામને ચાલુ કરવા આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે.

Related posts

લોકરક્ષક દળનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરાઇ

aapnugujarat

બાળકીના મગજમાંથી ૧૦૦થી વધુ કીડા નીકળ્યાં

aapnugujarat

રૂપાણીના નેતૃત્વમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1