Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ઢોર નિયંત્રણ સુધારા વિધેયકના આ કાયદાથી માલધારીને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય, વિચારણા કરાશે : વાઘાણી

ખાસ કરીને આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની મળેલી કેબિનેટ બેઠક ની અંદર ઢોર નિયંત્રણ કાયદા અને લઈને ખાસ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી માલધારી સમાજના લોકો નારાજ છે ત્યારે તેમના દ્વારા આ પ્રકારનો વિરોધ અગાઉ ઠેર જગ્યાએ કરવામાં આવ્યો હતો અને તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યા હતા. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત ઢોર નિયંત્રણ સુધારા વિધેયકના
આ કાયદાથી માલધારીને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. જે અંગે સંપૂર્ણ વિચારણા સમાજના આગેવાનોને સાથે રાખીને કરવામાં આવશે.

ગુજરાત ઢોર નિયંત્રણ સુધારા વિધેયકમાં માલધારી સમાજ, પશુઓ અને સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાયદાથી માલધારીને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. કાયદામાં તે પ્રકારની ખાસ કલમની જોગવાઈ કરવામાં આવી છે. માલધારી સમાજ પ્રત્યે સંપૂર્ણ સંવેદનના સાથે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવો નિર્ણય કરવામાં આવશે.

જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાત ચીત કરતા નિવેદન આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંવેદના સાથે ગુજરાતમાં પ્રથમવાર ગાય અને ગૌશાળાના સંવર્ધન-જતન માટે રૂ. ૬૦૦ કરોડની આ વખતના બજેટમાં જોગવાઈ કરાઇ છે.

Related posts

જળસંચય ક્ષેત્રે ગુજરાત નવો જ રાહ ચિંધશે : નીતિન પટેલ

aapnugujarat

એનસીપીના ૪૦ આગેવાનો સહિત ૫૦૦ કોંગીમાં સામેલ

aapnugujarat

ડૉ બાબા સાહેબ આંબેડકર લેખકોની કલમે પુસ્તકનું વિમોચ

editor

Leave a Comment

UA-96247877-1