Aapnu Gujarat
ગુજરાત

એનસીપીના ૪૦ આગેવાનો સહિત ૫૦૦ કોંગીમાં સામેલ

ગુજરાતમાં રાજયસભાની થોડા સમય પહેલાં યોજાયેલી ચૂંટણી વખતે એનસીપીના બે મતોને લઇ ભારે વિવાદ સર્જાયો હતો. એનસીપીના હાઇકમાન્ડ એવા પ્રફુલ પટેલે એનસીપીના બે મતો કોને મળ્યા તે મુદ્દે આજદિન સુધી વારંવારની પૃચ્છા અને મુલાકાત છતાં સ્પષ્ટતા નહી કરતાં ગુજરાતના એનસીપીના નારાજ નેતાઓ અને આગેવાનોએ થોડા દિવસ પહેલાં જ એક અસાધારણ ઘટનાક્રમમાં એનસીપી સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો. દરમ્યાન એનસીપીના ગુજરાતના પૂર્વ પ્રવકતા મનહર પટેલ, કોર કમીટીના પૂર્વ સભ્ય વિજય ગઢવી સહિતના ૪૦ જેટલા નારાજ આગેવાન નેતાઓ આજે વિધિવત્‌ રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓની હાજરીમાં એનસીપીનો છેડો ફાડી આવેલા ૪૦ જેટલા નારાજ નેતાઓ અને ૫૦૦ જેટલા કાર્યકરો સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. એનસીપીનો એક મોટો હિસ્સો કોંગ્રેસમાં જોડાતા હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું બળ વધુ મજબૂત બનશે તે નક્કી છે, જેની સીધી અસર ભાજપને તો થશે જ પરંતુ એનસીપી માટે હવે તો તેનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની જશે. કોંગ્રેસમાં જોડાયેલા એનસીપીના નારાજ નેતાઓમાં ગુજરાતના પ્રવકતા મનહર પટેલ, કોર કમીટીના સભ્ય વિજય ગઢવી સહિત ૧૦ જિલ્લા પ્રમુખો અને કોર કમીટીના પાંચ સભ્યો-આગેવાનોનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં હવે રાજયના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં એનસીપીના ૨૦ હજારથી વધુ કાર્યકરોને કોંગ્રેસમાં સામેલ કરવા અંગેના કાર્યક્રમો યોજાશે. આમ, હવે ગુજરાતમાં એનસીપીનું અસ્તિત્વ નામશેષના આરે બની રહ્યું છે. અગાઉ એનસીપીના રાષ્ટ્રીય નેતા પ્રફુલ પટેલે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી પરંતુ હવે તેમના ઉમેદવારો જીતશે કેવી રીતે અને બધી બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો જુગાર ખેલાશે કે કેમ તે સૌથી મહત્વના પ્રશ્નો હાલ ચર્ચાઇ રહ્યા છે. એનસીપીના નારાજ નેતાઓના જોડાણ બાદ હવે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીઓની તેની બેઠકો વધારવાની મથામણમાં પડી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

राज्य में मौसम की कुल बारिश १००.८५ प्रतिशत पर पहुंची

aapnugujarat

पानी बरबाद नहीं करने के लिए आनंदीबहन का अनुरोध

aapnugujarat

સાબરકાંઠા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા સરકારને પોસ્ટકાર્ડ લખાયા

editor

Leave a Comment

UA-96247877-1