Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોટબંધી ભારે પડશે તેમ મોદી સરકારને કહ્યું હતું : રઘુરામ રાજન

રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજને આજે કહ્યું હતું કે, સરકારને નોટબંધીથી લાંબી અવધિના ફાયદાને લઇને નજીકના ભવિષ્યમાં નુકસાનને લઇને ચેતવણી આપવામાં આવી હતી. નોટબંધી કેટલી મોંઘી પડી શકે છે તે અંગે સરકારને જાણ કરવામાં આવી હતી. રાજને કહ્યું હતું કે, તેઓએ કાળા નાણાને સિસ્ટમમાં લાવવાના હેતુ પૂર્ણ કરવાના બીજા તરીકા પણ સુચવ્યા હતા. રાજને કહ્યું હતું કે, તેઓએ ફેબ્રુઆરી ૨૦૧૬માં મૌખિકરીતે પોતાની સલાહ આપી હતી. મોડેથી આરબીઆઈએ સરકારને એક નોટ સોંપી હતી જેમાં ઉઠાવવામાં આવેલા પગલા અને સમય મર્યાદા માટેની પુરી રુપરેખા રજૂ કરવામાં આવી હતી. રાજને આ તમામ બાબતો આગામી સપ્તાહમાં રજૂ થનાર પોતાના પુસ્તક આઈ ડુ વોટ આઈ ડુ ઓન રિફોર્મ એન્ડ રિસોલ્વ નામના પુસ્તકમાં કરી છે. પુસ્તકના વિષયમાં મને જે કરવાનું છે તે હુ કરુ છું રાખવામાં આવ્યું છે. આઈ ડુ વોટ આઇ ડુ નામના ટાઇટલ સાથે આ પુસ્તક લખાયું છે. આરબીઆઈએ નોટબંધી પહેલા કેટલાક સૂચનો કર્યા હતા. અપુરતી તૈયારી પણ હતી. આરબીઆઈના ગવર્નરની અવધિપૂર્ણ થયા બાદ ફેકલ્ટી શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલમાં ફરી જવાબદારી સંભાળી લીધી છે. એક અગ્રણી અંગ્રેજી અખાબર સાથેની વાતચીતમાં રાજને એમ પણ કહ્યું છે કે, આરબીઆઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમની અવધિ દરમિયાન ક્યારે પણ નોટબંધીનો નિર્ણય લેવા કહેવામાં આવ્યું ન હતું. રાજનની અવધિ પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પુરી થઇ હતી જ્યારે નોટબંધીની જાહેરાત ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે કરવામાં આવી હતી.

Related posts

માયા-યોગીના આડેધડ નિવેદનોથી ચૂંટણી પંચ નારાજ

aapnugujarat

देश में कोरोना का संकट गहराया, ब्राजील को भारत छोड़ा पीछे

editor

પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ કેન્દ્ર-રાજ્યો નહીં લાવે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1