Aapnu Gujarat
ગુજરાત

જળસંચય ક્ષેત્રે ગુજરાત નવો જ રાહ ચિંધશે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાણીના સ્ત્રોતોની જાળવણી અને યોગ્ય વ્યવસ્થાપન થથી જળ સંચય ક્ષેત્રે ગુજરાત દેશને નવો રાહ ચિંધશે. જયસંચય માટે રાજ્ય સરકાર અને જનભાગીદારી થકી આયોજિત સુજલામ સુફલામ જળસંચય અભિયાનના માધ્યમ દ્વારા જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થશે જેનો રાજ્યના લાખો નાગરિકો અને ખેડૂતોને લાભ થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લાના લાંઘણજ, કુકરવાડા અને રંગાકુઈ ખાતે શ્રમદાન કરીને સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન પહેલી મે ૨૦૧૮થી શરૂ કરીને સમગ્ર માસ દરમિયાન સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન યોજવાનું નક્કી કરાયું છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને આ કાર્યમાં જોડીને જનશક્તિના પ્રચંડ પુરુષાર્થથી રાજ્યમાં ચોમાસા પહેલા જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના સ્થાપના દિવસે ગ્રામલક્ષી, ખેડૂતલક્ષી અને પ્રજાલક્ષી ઉજવણી કરવાનું આયોજન રાજ્ય સરકારે જળસંચય અભિયાન થકી કર્યું છે. પાણી દરેક જીવ માટે જરૂરી છે જેથી રાજ્ય સરકારે રાજ્યની જનશક્તિને જોડીને જળ બચાવવા આ મહાઅભિયાનની શરૂઆત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ ંકે, મહેસાણા જિલ્લામા ંસુજલામ સુફલામ જળ અભિયાનમાં ૨૦૯૦ જેટલા કામો થવાના છે જેમાં લોકભાગીદારીથી , મનરેગા, ધામણી નદી પુનઃ જીવિત કરવાની કામગીરી, પાણી પુરવઠા અને જળસંપત્તિ નિગમ દ્વારા એરવાલ્વના નિરીક્ષણની કામગીરી, નહેરોની મરામત જાળવણી, વન વિભાગ દ્વારા વન તલાવડી અને ચેકડેમ ડીસ્ટીલીંગના અને નગરપાલિકા દ્વારા નહેરો, નદીઓની સફાઈ, વરસાદી પાણીના લાઈનની સફાઈના કામો હાથ ધરાશે. તેમણે ઉમેર્યું હતું કે, જળ એ જીવનરક્ષા માટે ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનમાં રાજ્યનો પ્રત્યેક નાગરિક જોડાઈ પોતાનો સહયોગ આપે તે જરૂરી છે. આ અભિયાન નદીઓના પટમાં રહેલા ઝાડી ઝાંખરાને દૂર કરી નદીઓના માર્ગની સફાઈ કરવી, નદીઓના કાંઠાઓ ઉપર વૃક્ષારોપણ જેવી કામગીરી હાથ ધરાશે. આવનારા ચોમાસામાં વધુ જળ રાશિ ઉપલબ્ધ બનશે અને પીવાના પાણી માટે ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે જેનો લાભ નાગરિકોને મળશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્ત્રોતોની સાથે સપાટીય સ્ત્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ ્‌ને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂર છે. રાજ્ય સરકારે શરૂ કરેલ આ મહાઅભિયાન પ્રેરણારૂપ બની રહેવાનું છે.
નાયબ મુખ્યમંત્રીએ આયુષ્યમાન ભારત, મિશન ઇન્દ્રધનુષ યોજનાની સવિસ્તૃત વિગતો આપતા કહ્યું હતું કે, પોલિયો નાબુદી અભિયાનની જેમ આગામી ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદી અભિયાન હાથ ધરાયું છે જેમાં સરકાર દ્વારા ગંભીર ટીબીના એક દર્દી પાછળ રૂપિયા ૧૮ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ પ્રસંગે ટીબીના દર્દીઓને સહાયના આદેશ સુપ્રત કરાયા હતા.

Related posts

હાર્દિક પટેલનું પૂતળા દહન, પત્રિકા વાયરલ થઈ

aapnugujarat

વડોદરામાં શ્રીભારતી સ્કૂલનાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરતાં સનસનાટી

aapnugujarat

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે નર્મદા કેનાલમાં ૩ કિશોરોના ડૂબી જવાથી મોત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1