Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપની યોજનાનો આરંભ કરાવાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના નયાભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા યુવાશક્તિને રાષ્ટ્રહિતમાં દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે. તેમણે ૫૮માં ગુજરાત ગૌરવ દિવસે ભરુચથી મુખ્યમંત્રી એન્પ્રેન્ટીસશીપ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ ૫૮માં ગુજરાત ગૌરવ દિવસે યુવાશક્તિને કુશળતા કૌશલ્યવર્ધનની તાલીમ સાથે ઉદ્યોગોમાં રોજગારી માટેની મહત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનું લોન્ચિંગ કર્યું હતું. તેમણે આ સાથે એલએનજી-એલપીજી સહાય યોજના તેમજ આરોગ્ય સુખાકારીની યોજનાઓનો પણ પ્રારંભ કરાવ્યો હતો. વિજય રૂપાણીએ દેશમાં અત્યાર સુધી ગરીબ, પીડિત, અંત્યોદય અને બેરોજગાર યુવાઓ પ્રત્યે જે ઉપેક્ષા સવાઈ હતી તેની આકરી આલોચના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં નરેેન્દ્ર મોદીની સરકારે યુવાઓને કમાઈ, ગરીબોને દવાઈ અને બાળકોને પઢાઈનો જે કલ્યાણ અભિગમ અપનાવ્યો છે તેના પરિણામે ગરીબના ઘરમાં ગેસના ચુલાઓ પહોંચ્યા છે. ગરીબમાં ગરીબને સસ્તી દવાઓ અને સૌને સરળ શિક્ષણ મળે છે. વિજય રૂપાણીએ યુવાોને કામ મળે તે માટે તક મળે તેવા હેતુથી વ્યવસાય કૌશલ્ય સાથે એન્પ્રેન્ટીસશીપ યોજના શરૂ કરી છે તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વાયબ્રન્ટ સમિટને પગલે ગુજરાતમાં સાણંદ, ધોલેરા, દહેજ સહિતના વિસ્તારો ઉદ્યોગોથી ધમધમતા થયા છે. આના પરિણામે રાજ્યના યુવાધનને રોજગારીની વ્યાપક તક મળી છે. વિજય રૂપાણીે કહ્યું હતું કે, હવે એપ્રેન્ટીસશીપ યોજના તહેત એક લાખ યુવાઓને સ્ટાઇપેન્ડ આપીને વધુ કૌશલ્યવાન બનાવવાના છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું ટ્રેડ દ્વારા પોણા બે લાખ યુવાઓને તાલીમયુક્ત બનાવ્યા છે. ગુજરાતના યુવાના સ્કીલ ડેવલપમેન્ટથી સ્ટાર્ટઅપુ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયાને સાકાર કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે ગરીબ અંત્યોદય પરિવારોને રાહત દરે ગેસ કનેક્શન પણ પ્રતિકરુપે અર્પણ કર્યા હતા. વિજય રૂપાણીએ ગાંધી, સરદાર, ઇન્દુચાચાની ભૂમિની ગરિમા ગૌવર સતત ઉન્નત બને તેવો સંકલ્પ કરવા સૌ યુવાઓને પ્રેરણા આપી હતી. હતું કે, ગુજરાત ૨૦૦૨થી રોજગાર આપવામાં અવ્વલ છે, તાલીમ-રોજગાર વિભાગે વિવિધ

Related posts

માસ્કનો દંડ ઘટાડવા સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરશે

editor

રાજ્યમાં મેઘતાંડવ : એનડીઆરએફની ૧૩ ટીમો તૈનાત

editor

AIMIM ने गुजरात में 3 प्रवक्ताओं की नियुक्ति

editor

Leave a Comment

UA-96247877-1