Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી આપવાનું કામ કરવાં આવશે, 4365 કરોડની રકમ ફાળવવામાં આવી

જળસંકટ પર વાત કરતા આરોગ્યપ્રધાનએ જણાવ્યું હતું કે રાજ્યમાં જળસંકટ ના સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અંતરિયાળ ગામડામાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મીડિયા સમક્ષ તેમને આ વાત કરી હતી ત્યારે કચ્છમાં સર્જાતી પાણીની સમસ્યા પર પણ તેમને વાત કરતા જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, કચ્છની અંદર પણ, ચોમાસાના જે આપણા નર્મદાના વધારાના પાણી જે વાત થઇ હતી નર્મદાના વધારાના પાણી માટે વાત થઈ હતી એમાથી ફાળવણીની 1 મિલિયન એકર મિલ્ટ, સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ ને અપાઈ છે.

4365 કરોડના ત્રણેય લિંકોને સાથે જોડીને પાણી આપવાનું કામ કરવામાં આવશે. તેના માટેના ટેન્ડર બહાર પાડ્યા છે. કચ્છને ફાળવણી માટેની વ્યવસ્થા નહોતી તે વખતે આ બજેટમાં વાત કરવામાં આવી છે.

275 કરોડની જોગવાઈ ની ગેરસમજ થઈ રહી છે 2023 પછી અંજાજિત ખર્ચ હોય છે એ મૂકેલો હોય છે. વધારાના કામ માટે પણ ચુકવણી થતી હોય છે. આ એક પધતી હોય છે. જેથી આમાં પણ કોઈએ ગર સમજ કરવાની જરૂર નથી. કોંગ્રેસ દ્વારા અગાઉ પાણીને લઈને પ્રશ્ન ઉઠાવાયા છે પરંતુ આપણે આ વખતના બજેટમાં તેની જોગવાઈઓ કરી જ છે.

Related posts

ભરૂચમાંથી એક કરોડની જૂની નોટો મળી

aapnugujarat

अहमदाबाद शहर में पांच वर्ष का सर्वाधिक तापमान

aapnugujarat

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1