Aapnu Gujarat
ગુજરાત

કાર્યકરો સાથેનો વ્યવહાર, કામ કરવાની શૈલીથી પાર્ટી તેમને જવાબદારી સોંપતી હોય છે: પ્રદિપસિંહ વાઘેલા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ બેઠકમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રી ડૉ. નરેશભાઈ દેસાઈ, મહામંત્રીશ્રી ઇશાનભાઈ સોની, યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યો, યુવા મોરચાની પ્રદેશની ટિમ, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ, યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્તો પસ્થિતિ રહ્યા હતા. યુવા મોરચાના કાર્યકરો દ્વારા આવનાર દિવસમાં વિવિધ કાર્ય હાથ ધરવાના છે તેની માહિતી યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. પ્રશાંતભાઇ કોરાટે આપી હતી.

બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં કામ કરી કાર્યકરો રાજકીય કારકિર્દીમાં આગળ વધે છે. યુવા મોરચાના કાર્યકરોમાં દિન પ્રતિદિન નવા સંગઠનના કામથી યુવા કાર્યકરોમાં રહેલી કામ કરવાની પ્રતિભા ઉજાગર કરવાનો પ્રયત્ન ભાજપા દ્વારા કરવામાં આવે છે. યુવા મોરચાના કાર્યકરો સંગઠનમાં સાથી કાર્યકરો સાથેનો વ્યવહાર અને કામ કરવાની શૈલીથી પાર્ટી તેમને જવાબદારી સોંપતી હોય છે. દરેક યુવા કાર્યકર્તાને પક્ષ દ્વારા જે પણ કાર્ય સોપવામાં આવે તેને જવાબદારી પુર્વક કરવા હાંકલ કરી.

Related posts

અમદાવાદમાં ૧૪૫ બીઆરટીએસ સ્ટેન્ડ્‌સ પર મળશે વાઈ-ફાઈની સુવિધા

aapnugujarat

पीराणा निकट के क्षेत्रों में भूगर्भ जल में एसिड का प्रमाण बढ़ गया

aapnugujarat

પંચમહાલમાં કોરોના સંક્રમણ રોકવા આરોગ્ય સર્વેની શરૂઆત

editor

Leave a Comment

UA-96247877-1