Aapnu Gujarat
ગુજરાત

ભરૂચમાંથી એક કરોડની જૂની નોટો મળી

ભરૂચમાં વાહન ચેકીંગ દરમિયાન રૂા. ૧૦૧૯૩૦૦૦ ની ૫૦૦ અને ૧૦૦૦ના દરની રદ કરી દેવામાં આવેલી જુની ચલણી નોટો સાથે ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. ફોર્ચ્યુનર કારમાં પસાર થયેલી ચાર વ્યક્તિઓમાં રાજસ્થાન, ભાવનગર, સુરતના વેપારીઓનો હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે.
ભરૂચના શીતલ સર્કલ પાસે પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી, તે દરમિયાન ગોલ્ડન બ્રીજ તરફથી એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નં-જીજે-૦૫-જેએફ-૨૨૦૨ આવતા તેને ચેક કરતા તેમાંથી જુની ચલણ નોટો સાથે ચાર વ્યક્તિઓ મળી આવી હતી. જેમાં (૧)ચતુરસિંહ ગીરધરસિંહ સોઢા રહે.મુળ ગામ રોહીડી, તા.ગઢરારોડ, જી.બાડમેર,રાજય-રાજસ્થાન (૨) ડેનીસ ઘનશ્યામભાઇ ગાંગાણી રહે. સી/૫૪ કિરણપાર્ક સોસાયટી, પુણાગામ સુરત, મુળ રહે.રોયલ, તા.તળાજા, જી.ભાવનગર (૩) હિમાંશુ જયસુખભાઇ મગદાણી રહે નક્ષત્ર એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૨૦૪ બીજો માળ, અડાજણ તા.જી.સુરત (૪) વિરલ પરસોતમભાઇ રાણપરીયા રહે.મુળ ગોવિંદપુર, તા.ઘારી, જી.અમરેલી, હાલ રહે. ૯૮ મારૂતીધામ સોસાયટી વિભાગ-૨ મોટા વરાછા સુરતનાનો સમાવેશ થાય છે.
તેમની પાસેથી એક કાળા કલરની ટ્રાવેલીંગ બેગમાં જુદા-જુદા દરની જુની ચલણી નોટો ભરેલ જેમાં રૂપિયા ૧૦૦૦ ની દરની ૧૦૦-૧૦૦ નંગ નોટના કુલ બંડલ ૪૫ અને ૫૦૦ ના દરની ૧૦૦-૧૦૦ નંગના કુલ બંડલ-૧૧૩ અને રૂપિયા ૧૦૦૦ના દરની બીજી ૩૨ નંગ નોટ તેમજ રૂપિયા ૫૦૦ ના દરની ૨૨ નંગ નોટ મળી આવી હતી.પોલીસે રૂપિયા ૧૦૦૦ની ૪૫૩૨નોટ, તથા ૫૦૦ ની ૧૧,૩૨૨નોટ મળી કુલ નોટ-૧૫,૮૫૪ મળી કુલ રૂ.૧,૦૧,૯૩,૦૦૦/- મળી આવતા ભારતીય બનાવટની જુની ચલણી નોટો બાબતે તેઓની પૂછપરછ કરી હતી. જેમાં પોલીસેને કોઇ જ સંતોષકારક પ્રત્યુત્તર નહી મળતાં આખરે ચારેયની અટકાયત કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તેમના મોબાઇલ ફોન તથા બીજા દસ્તાવેજી પુરાવા કબજે લઇ કાયદેસર કાર્યવાહી કરી આ અંગે ભરૂચ શહેર સી ડીવી. પો.સ્ટે.માં ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહેલ છે.

Related posts

કૃષિ અને ઊર્જા મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

aapnugujarat

બોડેલી એમ.ડી.આઈ. પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

aapnugujarat

નવનિયુક્ત ભાજપ પ્રમુખ સીઆર પાટિલ હવે ઉત્તર ગુજરાત જશે

editor

Leave a Comment

UA-96247877-1