Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તૂર્કીએ ૧૦ દેશોના રાજદૂતોને કાઢી નાંખ્યા

સામાન્ય રીતે કોઈ પણ દેશ આ રીતે રાજદૂતોને હાંકી કાઢતો નથી, પરંતુ એર્દોગનનો ર્નિણય દર્શાવે છે કે આ મામલો કેટલી હદે ગંભીર હોઈ શકે છે. ઉસ્માન કાવલા છેલ્લા ચાર વર્ષથી તુર્કીમાં કેદ છે. ઉસ્માન પર સરકાર વિરોધી પ્રદર્શનને ફંડિંગ કરવાનો આરોપ છે. આ સપ્તાહ તુર્કી માટે ખરાબ જતું હોય તેવું લાગે છે. તાજેતરમાં તેને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (હ્લછ્‌હ્લ) દ્વારા ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. હવે તુર્કી એક સાથે ૧૦ દેશો સાથે રાજકીય દુશ્મનાવટ કરીને નવા વિવાદમાં ફસાઈ શકે છે.તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકા, જર્મની સહિત ૧૦ દેશોના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તુર્કીનાના પગલાંથી ઇસ્લામિક દેશો અને પશ્ચિમી દેશો વચ્ચેનો તણાવ વધી શકે છે. શનિવારે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તેમના વિદેશ મંત્રીને આ લોકોને બહાર કાઢવા માટે આદેશ જારી કરવાની સુચના આપી હતી. તુર્કીએ ૧૦ દેશના રાજદૂતોને ‘પર્સના નોન ગ્રેટા’ એટલે કે દેશમાં (તુર્કીમાં) અનિચ્છનીય વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હકીકતમાં, આ દેશોએ તુર્કીની જેલમાં બંધ, નાગરિક સમાજના નેતા ઉસ્માન કવાલાને મુક્ત કરવાની માંગ કરી હતી. જેના જવાબમાં તુર્કીએ આ પગલું ભર્યું છે. આના કારણે અમેરિકા, જર્મની સહિત અનેક દેશો સાથે તુર્કીના સંબંધો બગડી શકે છે. અમેરિકા, નોર્વે, જર્મની જેવા ૧૦ દેશો તરફથી કહેવામાં આવ્યું હતું કે ૨૦૧૭ થી જેલમાં બંધ ઓસ્માન કવલાના કેસમાં ઝડપી કાર્યવાહી થવી જાેઈએ અને તેનો ઉકેલ શોધવો જાેઈએ. ૨૦૧૩ માં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન અને ૨૦૧૬ માં બળવાના નિષ્ફળ પ્રયાસ બદલ તેમને જેલ થઈ છે. દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિનું આ નિવેદન તણાવની સ્થિતિ તરફ દોરી શકે છે. એટલું જ નહીં તેની અસર બજાર પર પણ જાેવા મળી રહી છે. ટર્કિશ કરન્સી લીરામાં શનિવારે ડોલર સામે વ્યાપક ઘટાડો જાેવા મળ્યો છે. તુર્કી પહેલેથી જ મુશ્કેલીમાં છે. આ વર્ષે ડોલર સામે લીરાએ ૨૦ ટકાનો ઘટાડો દર્શાવ્યો છે, જ્યારે વાર્ષિક ફુગાવો દર પણ હવે ૨૦ ટકાની નજીક છે. એર્ડોગને એક કાર્યક્રમમાં જ ૧૦ દેશોના રાજદૂતોને દેશ છોડવાનો હુકમનામું બહાર પાડ્યું હતું. તુર્કીએ આ રાજદૂતોને રજા આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. આ અંગે યુરોપિયન દેશોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નોર્વેએ કહ્યું કે અમારા રાજદૂતે એવું કશું કર્યું નથી, જેની સામે હકાલપટ્ટીની કાર્યવાહીને વાજબી ઠેરવી શકાય. સ્વીડન, નોર્વે અને નેધરલેન્ડે કહ્યું કે તેમને હજુ સુધી દેશ છોડવાના આદેશ વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. એક તરફ નોર્વેએ તુર્કીના ર્નિણય પર સવાલ ઉઠાવ્યા છે, તો સાથે જ તેણે એમ પણ કહ્યું છે કે તે માનવાધિકાર અને લોકશાહી પર સવાલ ઉઠાવવાનું ચાલુ રાખશે.

Related posts

અમેરિકાની તિજોરીમાં 8,133.46 ટન સોનું છે : REPORT

aapnugujarat

ईरान से प्रतिबंध हटा कर अमेरिका ‘पहला कदम’ उठाए : रूहानी

aapnugujarat

‘ભૂમાફિયા’ ચીન એકલું પડી ગયું

editor

Leave a Comment

UA-96247877-1