Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાની તિજોરીમાં 8,133.46 ટન સોનું છે : REPORT

એક સમયે ભારતને ‘સોને કી ચિડીયા’ કહેવામાં આવતું હતું. એક અંદાજ મુજબ ભારતીય ઘરોમાં લગભગ 25,000 ટન સોનું છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે? જવાબ છે અમેરિકા. અમેરિકા એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે અને તેની તિજોરીમાં 8,133.46 ટન સોનું છે, જેની કિંમત લગભગ 4,89,133.74 મિલિયન ડોલર થાય છે. આ મામલે દુનિયાનો કોઈ દેશ અમેરિકાની નજીક પણ નથી. જેમ લોકો તેમના પોર્ટફોલિયોમાં સોનું રાખે છે, તેમ દેશો પણ તેમના અનામતમાં સોનું રાખે છે જેથી મુશ્કેલીના સમયે તેનો ઉપયોગ કરી શકાય. તાજેતરના સમયમાં તમામ દેશોની સેન્ટ્રલ બેંકોએ મોટાપાયે સોનાની ખરીદી કરી છે.

અમેરિકા પછી જર્મની પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે. આ યુરોપિયન દેશની સેન્ટ્રલ બેંક પાસે તેની તિજોરીમાં 3,352.65 ટન સોનું છે જેની કિંમત 2,01,623.07 મિલિયન ડોલર છે. સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ઈટાલી ત્રીજા સ્થાને છે. તેની પાસે 1,47,449.64 મિલિયનની કિંમતનું 2,451.84 ટન સોનું છે. ફ્રાન્સ પાસે 1,46,551.80 મિલિયન ડોલરની કિંમતનું 2,436.88 ટન સોનું છે. આ યાદીમાં પાંચમું સ્થાન રશિયાનું છે જેની પાસે 2,332.74 ટન સોનું છે. યુક્રેન પર હુમલા પહેલા રશિયાએ અન્ય દેશો પાસે પડેલા તેના સોનાના ભંડારને પરત મોકલ્યો હતો. તેના સોનાના ભંડારની કિંમત 1,40,287.50 મિલિયન ડોલર છે.

ભારત પાસે કેટલું સોનું છે
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ ચીન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેની પાસે 1,31,795.43 મિલિયન ડોલરની કિંમતના 2,191.53 ટન સોનાનો ભંડાર છે. ચીને તાજેતરમાં તેના સોનાના ભંડારમાં ઝડપથી વધારો કર્યો છે. યુરોપના નાના દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં 1,040 ટન સોનું છે જેની કિંમત લગભગ 62,543.91 મિલિયન ડોલર છે. આ યાદીમાં આઠમા નંબરે જાપાન છે. તેમની પાસે 50,875.51 મિલિયન ડોલરનું 845.97 ટન સોનું છે. આ યાદીમાં ભારત નવમા નંબરે છે. ભારતમાં 48,157.71 મિલિયન ડોલરની કિંમતનું 800.78 ટન સોનું છે. નેધરલેન્ડ પણ ટોપ 10માં સામેલ છે. આ યુરોપિયન દેશમાં 612.45 ટન સોનું છે જેની કિંમત 36,832.02 મિલિયન ડોલર છે.

Related posts

Air Canada Flight Emergency Landing due to bad weather, 33 Passengers Injured

aapnugujarat

ભારત અને સાયપ્રસ વચ્ચે મર્ચન્ટ શિપિંગ પર થયેલી સમજૂતીને મંજૂરી

aapnugujarat

ત્રાસવાદને ટેકો આપતા પાકની સહાય પર કાપ મૂકોઃ અમેરિકાના ધારાસભ્યો

aapnugujarat
UA-96247877-1